SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ “પૃથ્વીના સર્ષ માત્રને સંહાર કરવા માટે! સને વંશવેલો ઉખેડી નાખવા માટે !” “પણ કારણ?” જનમેજયના પિતા પરીક્ષિતને તક્ષક નામના એક સાપે ડંખ દઈને મારી નાખ્યો હતો એ કેમ ભૂલી ગયા?” પણ એક તક્ષકના અપરાધ માટે સર્પની આખી જાતિને નાશ કરવા તૈયાર થવું એ કયાંને ન્યાય ?” એકાદ જ્ઞાનવૃદ્ધ મહર્ષિનું કરુણા-સભર હદય ફડફડી ઉઠે છે. વૈરવૃત્તિ જ એવી છે, ભાઈ,” કઈ બીજે કહે છે: “એકવાર ઉત્પન્ન થઈ પછી વધતી જ જાય, વિસ્તરતી જ જાય !” હં. પણ પછી થયું શું?” જ્ઞાનની વાતો શરૂ થશે તે મૂળ વાત એક બાજુએ રહી જશે એવા ડરથી કોઈ કથા-રસિય મુનિને પૂછે છે. શું થાય બીજું ?” ઉગ્રશ્રવા જવાબ દે છે. “લા, કડો, અબજો સર્પો યજ્ઞના અગ્નિની જવાળાઓમાં પડીને ભસ્મીભૂત થઈ ગયા.” “તક્ષક સુદ્ધાં?” કેઈએ પૂછયું. “આ જ ભગવાનની લીલા છે ને, ભાઈ !' ઉગ્રશ્રવા ઉત્તર આપે છે: “જે એકને નિમિત્તે આવડો મહાસંહાર આદર્યો તે જ એક બચી ગયો.” કેવી રીતે ?” “તક્ષક ઇન્દ્રને આશ્રિત હતો; એટલે ઈન્ડે એને બચાવી લીધો !” “શું કહે છે ? આર્યોના યજ્ઞયાગ વડે પુષ્ટ થતો ઇન્દ્ર જાતે જ આર્યશિરોમણિ પરીક્ષિતના ખૂનીને આશરો આપે !” દે બધા ય એવા ! મનુષ્યના હિતને જોવા કરતાં પોતાના સ્વાર્થને પહેલે જુએ ! એટલે તે વિચારવંત પુરુષોએ સ્વર્ગ–લોલુપ દેવોને છોડીને એક અને અદ્વિતીય પર-બ્રહ્મની ઉપાસના માર્ગ પ્રબળે.” ઠીક છે. પણ તક્ષકનું શું થયું ? તક્ષક છટકી ગયો છે એની જનમેજયના યાજ્ઞિકને ખબર જ ન પડી કે શું ?” ખબર કેમ ન પડે?” ઉગ્રશ્રવાએ હકીકતને તંતુ હાથમાં લેતાં કહ્યું; “તક્ષકે ઇન્દ્રાસનનું રક્ષણ મેળવ્યું છે એ ખબર પડતાં યાજ્ઞિકે ખૂબ ક્રોધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy