________________
મહાભારતની રચના આમ સપ્રયોજન હોવા છતાં, કાવ્યનું તત્ત્વ તેમાં નથી એમ નથી. મહાભારત એ માત્ર ધર્મગ્રન્થ નથી, માત્ર ઇતિહાસનું પુસ્તક પણ નથી. ઇતિહાસ આમાં ગુંથાયેલ છે એ વાત ખરી; ધર્મનું એમાં વિવરણ છે એ પણ ખરૂં; પણ તત્વતઃ એ છે કાવ્ય. અને એટલે જ એના પરિશીલનમાંથી વધારેમાંથી વધારે રસ પ્રાપ્ત કરવા માગનારે એને એક કાવ્ય તરીકે જ વાંચવું જોઈએ. ત્રીજું તત્ત્વ-દેવી સરસ્વતીને મંગલાચરણમાં સંભારવાને આ જ આશય છે. સરસ્વતીની સાધનાને ઉદ્દેશ પણ નરને નરોત્તમ બનાવી, નારાયણ–અભિમુખ કરવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com