SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ “પણ મારે પ્રીતિ-પૂર્વક જ કંઈક કરવું છે.” પુરશ્રેષ્ઠ મયે આગ્રહ કર્યો. તું માને છે કે મેં તારી જિંદગી બચાવી. એ સ્થિતિમાં તારી પાસેથી હું શી રીતે કંઈ પણ લઈ શકું ?” અર્જુન જવાબ આપે છે. એટલે કે અર્જુન જિંદગી બચાવવાને બદલે નથી ઇચ્છતો. એ બદલે ઈરછો એ “અનાર્ય છે એવી અજુનની માન્યતા છે. અને છતાં મયનો આગ્રહ ચાલુ જ છે. એ આગ્રહ જોઈને આખરે એ કહે છે કે “ આ કૃષ્ણ જે કહે તે કર; એટલે તે મારા માટે કર્યું છે એમ હું માનીશ.” આમાં કૃષ્ણ-અજુન બનેનું સખ્ય પણ નિર્દેશાયું છે અને સાથે સાથે જે કૃષ્ણને તું તારે વિરોધી માને છે એ કૃષ્ણને જ તું રાજી કરે” એવો ઇશારે પણ છે. અર્જુનની આ સૂચનાથી મય કૃષ્ણ તરફ ફર્યો. જે વિનંતી તેણે અર્જુનને કરી હતી, તે જ તેણે શ્રીકૃષ્ણને કરી. શ્રીકૃષ્ણ એક મુહૂર્ત વિચાર કર્યો. પછી કહ્યું: “તારે ધર્મરાજનું કૈક પ્રિય કરવું જ એવી તારી કામના હોય, તો તે શિપીષ્ઠ, હે દૈત્ય, તું એમને માટે એક એવી સભા (મંડ૫) ચ કે જેનું મનુષ્યમાં કયાંય કોઇનાથીયે અનુકરણ ન થઈ શકે.” શ્રીકૃષ્ણની આ માગણના અનુસંધાનમાં મયે ઇન્દ્રપ્રસ્થમાં દશ હજાર હાથના વિસ્તારવાળી સભાની રચના કરી. ૪૦. સિંહાસને સિહોને નથી સરજતા, સિંહે સિંહાસનેને સરજે છે. મહાભારતના આદિપર્વની કથા ગયા પ્રકરણમાં પૂરી થઈ. એ પર્વને આદિ એવું નામ વ્યાસજીએ એગ્ય રીતે જ આપ્યું છે. કારણ કે મહાભારતની કથાને જે અન્ત આવે છે એ અન્તનાં આદિ બીજ બધાં જ આ પર્વમાં વવાય છે. દેવવ્રત જેવો દેને પણ ઈર્ષ્યા આવે એવો પુત્ર હેવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy