________________
૧૨૭
પોરુષથી, અંગબળથી અને હૈયાની હામથી જેટલું થઈ શકે તે બધું જ અમે કરીશું; પણ તું અમને આ કાર્ય માટે જોઇતાં સાધને આણી આપ.” એટલે અગ્નિદેવે અર્જુનને ગાંડિવ ધનુષ્ય અને શ્રીકૃષ્ણને સુદર્શોન ચક્ર વરુણ પાસેથી આણી આપ્યાં. સાથે સાથે જેમાં બાણા કદી ખૂટે જ નહિ એવાં એ ભાથાં અને દિવ્ય અશ્વો જોડેલ એક રથ પણ અપાવ્યા. આ ઉપરાંત શ્રીકૃષ્ણને તેણે એક ગદા પણ વરુણ પાસેથી અપાવી. કૌમેાકી ગદા એ એનું નામ.
પછી આ ખેતી એટલે કે શ્રીકૃષ્ણ અને અર્જુનની સહાયતાથી તેણે ખાંડવ વનને બાળવાનુ કા શરૂ કર્યું..
આ ખાંડવહનનું આખું પ્રકરણ કમકમાટી ઉપજાવે તેવું છે.
એ નૃત્યને બચાવ એક જ રીતે થઇ શકે. એ જંગલ આસપાસની શાન્ત અને સંસ્કારી પ્રજાને રંજાડનારી જાતિએના અને ટાળકીએના એક છૂપા સતાવાના કેન્દ્રસ્થાન જેવું હેાઇ શકે.
તક્ષક એ નાગ જાતિને નાયક લાગે છે, અને નાગેા અને આર્યા વચ્ચે આપણા ઇતિહાસના આદિપ॰માં અણબનાવ હતા, એ જોતાં આર્યાના દેવ અગ્નિ, તક્ષકના નાશ ઇચ્છતે હાય એ સાવ સ્વાભાવિક લાગે છે.
પણ તેા પછી ઈન્દ્ર શા માટે તક્ષકને! પક્ષકાર છે ? ઇન્દ્રને આ ઉપરથી અગ્નિ કરતાં વધુ ઉદારમતવાદી માનવા, કે ફકત પાંચમી કતારીખે જ ! ખુટલ ! વિશ્વાસઘાતી ! કૃતઘ્ન !
ગમે તે હેા, પણ જેના નાશ માટે આ બધી ધાંધલ કરવામાં આવી હતી તે તક્ષક તે! આ વખતે ખાંડવ વનની બહાર જ હતા. સ`ભવ છે કે અગ્નિની યાજનાની તેને ઇન્દ્ર દ્વારા અથવા પેાતાના જાસુસે। દ્વારા ગધ આવી ગઇ હોય ! કથા કહે છે કે ખાંડવ વનના આ દહનમાંથી ફ્કત છે જ જીવા ખચવા પામ્યા. તક્ષકના પુત્ર અશ્વસેન, મય, નમુચિને ભાઇ, અને ચાર પ્રાણીઓ.
૩૮ અર્જુન સાથે અનંત પ્રીતિ
આ ખાંડવદા કુલ છ દિવસ ચાલ્યા. પછી આખુ જગલ બળીને ભસ્મ થઇ જતાં અન્તરિક્ષમાંથી સુરેશ્વર ઈન્દ્ર આવ્યા. મરુદ્ગણુથી એ ઇન્દ્ર વીંટળાયેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com