________________
૧૧૦
શકતો નહિ, વાપરી શકતો નહિ. શસ્ત્રો પર ધર્મનું આ નિયમન, પાંડને માટે એક શિરસ્તો જ થઈ પડયું હતું.
હવે એકવાર બન્યું એવું કે કેાઇ ચોરે કઈ બ્રાહ્મણની ગાયો ઉપાડી ગયા. એક રાજ્યના સિમાડા પર ફરતાં ઢોરઢાંકરને, બીજા રાજ્યની હદ પર રહેતા માણસો લાગ મળતાં, હાંકી જાય, ચોરી જાય, એવા કિસ્સાઓ આજે પણ સારા પ્રમાણમાં બને છે. ઢોર એ જ ખેડૂતોનું મોટામાં મોટું ધન (ગાયનું ધણ” એ શબ્દમાં જે “ધણ” શબ્દ છે, તે સંસ્કૃત “ધન' શબ્દને જ અપભ્રંશ છે) એટલે આ ખેડુ બ્રાહ્મણ દેડ રાજદરબારમાં ફરિયાદ કરવા. ઇન્દ્રપ્રસ્થમાં પહોંચીને પાંડવેના મહેલને બારણે તેણે હા કરી મૂકી. બ્રાહ્મણની રાવ સાંભળતાં અજુને તેની વહારે ચઢવાનો નિશ્ચય કર્યો અને તરત તેને સાંભર્યું કે જે ખંડમાં તેનાં શસ્ત્રાસ્ત્રો હતાં, તે જ ખંડમાં દ્રૌપદી અને યુધિષ્ઠિર, એ વખતે બેઠાં હતાં. હવે શું કરવું ?
પ્રજાને ચેરાયેલો માલ તેને પાછો અપાવવાને ધર્મ બજાવ? કે જે ખંડમાં કોઈ ભાઈ દ્રૌપદી સાથે હોય, (નારદે સૂચવેલ વ્યવસ્થા પ્રમાણે) તે ખંડમાં બાકીના ચારમાંથી કોઈએ દાખલ ન થવું, એ નિયમનું પાલન કરવું ?
ચોરને પીછો ન પકડવામાં ધર્મને ભંગ થતો હતો, જ્યારે અસ્ત્રશાળામાં દાખલ થતાં, જાતે સ્વીકારેલી વ્યવસ્થાને ભંગ થતો હતો, અને પરિણામે બાર વરસને વનવાસ વેઠવાને આવતો હતો.
મહાભારતના શબ્દોમાં કહીએ તો : अनुप्रवेशे राज्ञस्तु वनवासौ भवेन्मम् । अधर्मो वा महानस्तु वने वा मरण मम ॥
“જ્યાં યુધિષ્ઠિર છે (દ્રૌપદી સાથે ) ત્યાં જઈશ તો વનવાસ ભોગવવો પડશે અને સંભવ છે કે વનવાસનાં બાર વરસ દરમિયાન મૃત્યુ પણ આવીને મને ભેટે. આમ એક તરફ મૃત્યુનું જોખમ છે, તો બીજી તરફ અધમ રૂપી જોખમ પણ ઊભું જ છે.” છેવટે એણે નિશ્ચય કર્યો કે શરીર ના ધર્મ cવ શિષ્યતે :
શરીરને નાશ થતો હોય તો ભલે થાય, પણ ધર્મને નાશ ન થવા દે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com