SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ દુર્યોધને ધૃતરાષ્ટ્રને પિતાની યોજના સમજાવી. હસ્તિનાપુરના રાજમહેલમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્ર બંને માટે જગ્યા નહોતી. ખુદ હસ્તિાપુર એક પાટનગર લેખે પણ, બંને માટે પૂરતું ન ગણાય, એક મ્યાનમાં બે તલવાર ન હોય, તેમ એક રાજ્યમાં બે રાજસત્તાઓ ન સંભવે. અને સંભવે તો તે રાજ્યના વિનાશમાં જ પરિણમે. પાંડે હસ્તિનાપુરમાં ઠરીઠામ થશે, તે સિંહાસનના સિદ્ધાંતિક રીતે તે તેઓ સ્વામી છે જ; અને વ્યવહારમાં પણ ધણીરણી થઈ પડશે; દુર્યોધન અને તેના ભાઇઓ અને તેના સાથીઓને શકેવું લેવાને જ પ્રસંગ આવશે. તો?” દુર્યોધનને મુખેથી ભાવિનું આવું કરણ ચિત્રણ સાંભળીને ધૃતરાષ્ટ્ર એકાક્ષરી સવાલ પૂછ્યું. | સર્વનાશે સમુ ગઈ ત્યગતિ વંતિઃ | ( જતું હોય બધું ત્યાં તો ડાહાએ અર્ધ છોડવું ) દુર્યોધને સૂત્ર ઉચ્ચાર્યું. “એટલે ?” કંઈ જ ન સમજતો હોય એવો દેખાવ રાખીને ધૃતરાષ્ટ્ર ખુલાસે માગ્યો. હસ્તિનાપુરથી થોડે દૂર ઇન્દ્રપ્રસ્થ નામનું ગામ છે. પાંડવોને તમે કાઈ પણ રીતે સમજાવી ફોસલાવીને એ ગામમાં રવાના કરે. હસ્તિનાપુર મારી રાજધાની અને ઇન્દ્રપ્રસ્થ પાંડની રાજધાની. પિતાના રાજ્યના બે ભાગ આપણે પાડી દઈએ.” ભાગ પાડવાની આ પણ એક અજબ રીત છે; મૂળ ધણીને પૂછવાનું જ નહિ. કેઈ ત્રીજા તટસ્થને પણ વચ્ચે રાખવાનો નહિ ! “પણ આવા ભાગલા યુધિષ્ઠિર કબૂલ કરશે ?” “તમે તમારી ચાતુરી વાપરશે તે જરૂર કરશે. એ ભોળો અને શાંતિપ્રિય છે. એની પાસેથી કામ કેવી રીતે લેવું એ તમને બરાબર આવડે છે.” પણ ભીમ વગેરે ?” ભાઈઓ યુધિષ્ઠિરના વેણને ભગવાનનું વેણ સમજે છે.” “પણ એમને સસરે દ્રુપદ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy