________________
૯૭
યુધિષ્ઠિરે તે વળી એમ પણ કહ્યું છે કે અમે પાંચે ય ભાઈઓ આ એક સ્ત્રીને પરણ્યા છીએ તે કાંઈ નવું નથી કર્યું. પૂર્વની રીતને જ અમે અનુસર્યા છીએ.
ગમે તેમ પણ આ પ્રસંગ એ મહાભારતને એક દુર્ઘટ કોયડો છે જ, મહાભારતને રૂપક માની લઈએ અને પાંચાલીને રાજ્યલક્ષ્મીનું પ્રતીક માની લઈએ તો એ રાજ્યલક્ષ્મી કેાઈ એકની માલિકીની નહિ, પણ “પંચ”ની, પ્રજાની માલિકીની હેવી જોઈએ એવો અર્થ એમાંથી નીકળે ખરે, પણ આપણે હવે આગળ ચાલીએ.
દ્રૌપદી પાંચેયને પરણશે, એ યુધિષ્ઠિરે નિર્ણય જાહેર કર્યો અને તે પછી રાત્રિનું ભજન પતી ગયું ત્યારબાદ શ્રીકૃષ્ણ અને બળભદ્ર પાંડવોને ઉતારે આવ્યા, અલબત્ત છૂપી રીતે.
લગ્ન વિધિપૂર્વક પતી જાય, ત્યાં સુધી પાંડવોને ભેદ કાઈ ન જાણે એવી તેમની ઈચ્છા હતી; કારણ કે દુર્યોધન, કર્ણ અને તેમના મળતિયાઓ હજુ પાંચાલમાં જ હતા. અને લક્ષ્યવેધમાં નિષ્ફળ થતાં માનભંગ થયા હતા, અને દ્રૌપદી અજાણ્યાને હાથ જતાં ઉશ્કેરાયા પણ ઠીક ઠીક હતા.
“પણ અમે પાંડવો છીએ એવી એમને શી રીતે ખબર પડી, મધુસૂદન ?” યુધિષ્ઠિરે ઉચિત સત્કારવિધિ આટોપીને પૂછયું.
“અગ્નિ જ્યાં સુધી ઢાંકો રહે?” શ્રીકૃષ્ણ જવાબ આપ્યો અને પછી ચેતતા રહેવાની સલાહ આપીને, લોકેનું ધ્યાન આ કુમ્ભકારની શાળા તરફ ન આકર્ષાય એટલા ખાતર, જેટલી ચૂપકીદીથી આવ્યા હતા, તેટલી જ ચૂપકીદીથી ચાલ્યા ગયા.
કૃષ્ણ અને બલભદ્ર ગયા પછી કુપદને પુત્ર ધૃષ્ટદ્યુમ્ન ત્યાં આવ્યું. છૂપાઈને તેણે પાંડવોની ગૌરવભરી રીતભાત જોઈ અને શસ્ત્રાસ્ત્રો અને યુદ્ધ વિષેની વાતચીત પણ સાંભળી. પિતાની બહેન છેડીક જ વારમાં આ લેકની સાથે હળીમળી ગઈ છે, એ પણ તેણે જોયું.
અને ગમે તેમ, પણ આ લોકે દેખાય છે તે નથી, કેક ભેદ છે, એમની પાછળ, એવો નિર્ણય કરીને તે પોતાના પિતા પાસે જવા રવાના થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com