________________
૯૫
અર્જુન અને ભીમ દ્રૌપદીને લઈને આવ્યા ત્યારે કુંભારના એ નિવાસસ્થાનનું બારણું બંધ હતું એટલે બહારથી જ તેમણે હંમેશના નિયમ પ્રમાણે બુમ પાડીઃ “અમે આવી ગયા છીએ, મા !”
બૂમ સાંભળીને કુતીને થયું કે રજની પેઠે આજે પણ મારા પુત્રો ગામમાંથી ભિક્ષા લઇ આવ્યા હશે. એટલે બારણું ઉઘાડતાં ઉઘાડતાં એ બેલીઃ
“લઈ આવ્યા હો તે બધા વહેચીને ખાજે, ભાઈ!” .
અને બારણું ઉઘાડતાં જેવી તેની દષ્ટિ દ્રૌપદી ઉપર પડી તેવી જ તે ઊંડા વિચારમાં પડી ગઈ.
અરસપરસ એાળખાણને વિધિ પતી ગયા પછી, અને લક્ષ્યવેધના સમારંભમાં બનેલ આખોય વૃત્તાંત નિવેદિત કર્યો પછી સૌને હવે એક જ પ્રશ્ન મૂંઝવવા લાગ્યો.
મા જે બેલી ગઈ છે – “બધા વહેચીને ખાજો!–તેનું શું કરવું?
વાત તે સાવ સાદી હતી, આપણા જમાનાની નજરે જોઈએ તો, આમાં સમસ્યા જ નહોતી. માએ તે અર્જુન-ભીમ ભિક્ષા લઇ આવ્યા છે એમ ધારેલું, અને “વહેચીને ખાજો!” એ શબ્દ એ ધારણામાં જ ઉચ્ચરાયેલા. માની એ સૂચના કે સ્ત્રીને અંગે નહોતી. હોઈ શકે જ નહિ.
પણ એ જમાને જુદો હતો. માણસે જુદા હતા. શબ્દો જુદા હતા. શબ્દોની કિંમત જુદી હતી. જીવનને જોવાની દૃષ્ટિ જ જુદી હતી.
માના માંથી મિથ્યા શબ્દો કદી નીકળતા જ નથી, ભૂલથી પણ એ એવું ન બોલે, જે નિરર્થક હેય – નકામું હોય!
જરૂર માના બોલવામાં કઈ ઈશ્વરી સંકેત હેવો જોઈએ ! કુન્તીએ યુધિષ્ઠિરની સલાહ લીધી. યુધિષ્ઠિર પોતાની સત્યનિષ્ઠા માટે આટલી નાની ઉંમરે પણ જાણીતા થઈ ગયા હતા. શું કરવું ?
યુધિષ્ઠિરે બધા ભાઈઓ સામે જોયું. અર્જુન સામે વારંવાર જોયું.
પછી અર્જુનને તેમણે કહ્યું “લક્ષ્ય તે વીંધ્યું છે. તું એનું પાણિગ્રહણ કર ”
અને જવાબ દીધેઃ “તમે મને અધર્મમાં ન નાખે, મોટાભાઈ. સૌથી પહેલા તમે છે. પછી આ ભીમ. પછી હું અને પછી આ નકુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com