________________
૯૩
અને એટલામાં તો એમની અને શ્રીકૃષ્ણની આ પ્રસન્નતામાં વધારો કરે એવું એક દ્રશ્ય ખડું થયું. રાજાઓ ધનુષ્યને ચઢાવવામાં નિષ્ફળ થયા, ત્યારે બ્રાહ્મણની વચ્ચેથી અર્જુનને ઊભો થતો આ બે યદુવીરાએ જે...
આસપાસ બેઠેલા બ્રાહ્મણોમાંથી કેટલાકે આ બ્રાહ્મણની હિંમતને અભિનંદી, જયારે કેટલાકે એ “બ્રહ્મભટ્ટ”ના સાહસને ઉપહાસ કરવા માંડયો. “કર્ણ અને શલ્ય જેવા લોકવિશ્રુત રાજવીઓ પણ જે ધનુષ્યને સ-જય નથી કરી શકયા તે આ બટુ કરવાને છે!” તેમાંના કેટલાક હસવા લાગ્યા.
આમ જુદા જુદા સ્વભાવના માણસો જુદી જુદી આગાહીઓ ભાખી રહ્યા હતા, તેટલામાં અર્જુન પેલા ધનુષ્યની પાસે પહોંચી ગયે.
તેણે પહેલાં તે એ ધનુષ્યની પ્રદક્ષિણા કરી, પછી તેને પ્રણામ કર્યા. પછી એક નિમેષમાં જ તેના ઉપર પ્રત્યંચા ચઢાવી દીધી. પછી એક બાણ લીધું અને જોત જોતામાં લક્ષ્ય વિધાઇને ભૂમિ પર પડયું.
અને પૃથ્વી તથા અંતરીક્ષ જયનાદથી ગાજી ઊઠયાં. સૂતો માગ સો સો ભેરીઓના નિનાદે વચ્ચે વિજેતા વીરની બીરદાવલી ગાવા માંડયા.
પણ એ જમાનામાં સ્વયંવરે શાંતિથી ઉકલી જાય એવું ભાગ્યે જ બનતું. નિષ્ફળ નીવડેલાઓ સફળ ઉમેદવારના હાથમાંથી તેનું પારિતોષિક પડાવી લેવા માટે હંમેશા તૈયાર રહેતા. અને પછી જુના વેર વૈમનસ્ય જાગૃત થતાં, સ્વયંવરને મંડપ એકાએક સમરભૂમિમાં પલટાઈ જતો.
અનુભવી કુપદ સ્વયંવરનાં આ ભયસ્થાનેથી પૂરેપૂરો વાકેફ હતો. હકીકતમાં આ ભયસ્થાન સમજીને જ તેણે આ ખેપ ખેવો હતો. પાંડવોને, જ્યાં હોય ત્યાંથી પાંચાલની ભૂમિ ઉપર ખેંચી લાવવાની તેની આ તરકીબ હતી.
એટલે એક અજાણ્યા બ્રાહ્મણે લક્ષ્યવેધ કર્યો એ જોતાં વેંત જ લશ્કરની એક ટુકડી લઈને તે પિતાના થનાર જમાઈની કુમકે પહોંચી ગયો.
સંભવ છે કે અજાણ્યો બ્રાહ્મણ કેાઈ ભેદી પુરુષ છે એવી ગંધ પણ તેને આવી હોય.
આ પછી અર્જુનની મદદે દુપદ પહોંચી ગયો છે એવી ખાતરી થતાં ધર્મરાજ યુધિષ્ઠિર, સહદેવ અને નકુલને લઈને, એટલે કે ભીમને ત્યાં આગળ રાખીને, પોતાને ઉતારે ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com