SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય ] છે. તથા એને મળતા બીજા શ્લોકે આ ગ્રંથમાં નથી લીધા.) જેથી સ્પષ્ટ થાય છે કે આ લખાણ થયેલું તે જમાનામાં જન્મ દ્વારા પ્રાપ્ત થતી શ્રેષ્ઠતા–રથાપિત થયેલા હક્કવાળી “જડ' શ્રેષ્ઠતા અને વૃત્ત દ્વારા પ્રાપ્ત થતી (સાચી) શ્રેષ્ઠતા એ બન્નેને પુરસ્કાર કરનારા મત હતા. તેથી મ.ભા. માં એ બન્ને પ્રકારના થર સારા પ્રમાણમાં મળે છે. મભા. ના અત્રે અનુ. ૧૪૩/૫૦-૫૨ વાળા શ્લેક મૂકેલા છે (જુઓ પૃ. ૨૬) તે સામાન્યતઃ બ્રાહ્મણાદિ વર્ણોની અનુક્રમે શ્રેષ્ઠતા બિતાવનાર-જન્મજાત શ્રેષ્ઠતા બતાવનાર વિભાગમાંથી છે. તેથી જ્યાં આગળ તે છે, ત્યાં તેના સુધારક વલણથી ખૂબ ધ્યાન ખેંચે છે. મ.ભા. ના ઉપર કહેલા વિભાગમાં અને તે સિવાય બીજે પણ (વન. ૨૧૬/૧૭થી૧૫) આ અર્થના જો કે હેવા છતાં, અર્થ અને વિચારની દૃષ્ટિએ આ જોકે ઉત્તમ હોવાથી આ ગ્રંથમાં મૂકયા છે. આ પ્લેકાના પૂર્વાપર સંદર્ભમાં તે બ્રાહ્મણની જાતિગત શ્રેષ્ઠતા અલબત્ત, સૌમ્યરૂપે દેખાય છે. વન.૧૮૧૫-૨૬ અને સમગ્ર રીતે ૧૮ ૨૦થી૩૭ સુધી જાતિગત બ્રાહ્મણત્વની શ્રેષ્ઠતાની પિકળતા બતાવી છે. તથા તે માટે સ્વાયંભુવ મનુને મત પણ ટેકામાં ટાંકેલે છે. (વન. ૧૮૦૫) ઉ. નું ૨૫ મું અધ્યયન ઉપર દર્શાવેલા બે પ્રકારના મત-બ્રાહ્મણોની જન્મજાત શ્રેષ્ઠતા અને વૃત્તદ્વારા પ્રાપ્ત થતી શ્રેષ્ઠતા-હતા એને અનુમોદન આપે છે. (જેમાંથી તે જ ગૂમ માળે વાળા પ્લેકે આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે) આમાં જય નામના જન્મ બ્રાહ્મણ પણ પછી જૈન સાધુ થયેલા એમને અને વિજયાબ નામના એક યજ્ઞકાર્ય કરનારા બ્રાહ્મણ વચ્ચે સંવાદ છે. જેમાં કેવા બ્રાહ્મણને ભિક્ષા આપવી એવા વિજયધોષના પ્રશ્નન (ઉ. ર૫૭-૮) જયષ જવાબ આપે છે. એ સિવાય બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં મહાવગમાં ભગવાન બુદ્ધના ઉગારે અને ત્રિપિટકમાં અન્ય સ્થળે આવતી ને જાતિગત શ્રેષતા કરતાં વૃતધારા પ્રાપ્ત શ્રેષ્ઠતાને ઊંચી કહે છે અને જૂની પરિભાષા છે, વિ, લેપન, વય, જાતિ ને નવી રીતે ઉપયોગ કરે છે. (બુ, ચ. પૃ. ૧૭ અને ૭૨) ઉ. ૨૫/૨૩ ની સાથે શાંતિ. સ. ૨૫૧/૬ સરખાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy