________________
૩૦.
1 મહાભારત अवकीर्णः सुगुप्तश्च न वाचा ह्यप्रियं वदेत् । मृदुः स्यादप्रतिक्रूरो विस्रब्धः स्यादकत्थनः ॥ विधूमे न्यस्तमुसले व्यङ्गारे भुक्तवज्जने । अतीतपात्रसंचारे भिक्षां लिप्सेत वै मुनिः॥ प्राणयात्रिकमात्रः स्यान्मात्रालाभेष्वनादृतः। अलाभे न विहन्येत लाभश्चवं न हर्पयेत् ॥
| (શાંતિ. . ૨૭૮-૮ થી ૨૦) (મૂખે જનથી) અપમાનિત થવા છતાં, ધર્મમાંથી નિષ્ઠા મૂકવી નહિ (સુગુપ્તા), વાણીથી અપ્રિય બોલવું નહિ. માં અપ્રતિક્રર (કૂરતા આચરનાર સામે પણ કરતા નહિ કરનાર), નિર્ભય, અને આત્મશ્લાઘા નહિ કરનાર થવું.
જે ઘેર ધુમાડે બંધ થઈ ગયું હોય, સાંબેલાનો અવાજ ન સંભળાતો હય, અંગારા બુઝાઈ ગયા હોય, સર્વ મનુષ્ય જમી રહ્યાં હોય, અને પીરસવાનાં વાસણોની હેરફેર બંધ પડી હોય, તેવા ઘેરથી મુનિએ ભિક્ષા મેળવવાની ઇચ્છા કરવી.
પ્રાણયાત્રિક-શરીર ટકે તેટલું લેનાર-થવું, વધુ મળે તો અનાદર કરે. કેઈ વખત (કંઈ) ન મળે તે ઉદાસ ન થવું, અને મળે તે હર્ષિત ન થવું.
૨૭ ૧. સુજુતાને આ અર્થ નીલકંઠનો ટીકાને આધારે કરેલો છે અને પરિભાષામાં જ ને અર્થ મન વચન અને કાયાની નિર્દોષ પ્રવૃત્તિ એવો થાય છે. જે આવી “ગુપ્તિ'વાળે હેય તેને “ગુપ્ત” કે “સુગુપ્ત કહી શકાય.
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com