________________
૮૨
મધુમક્ષિકા.
દાસ બનવું. માથે ભગવું ફાળીઉં, અંગે સાદું અંગરખું, અને હાથમાં વગાડવાનાં ઝાંઝ,એ મારી સ્વતંત્રતા ઉપર એક મોટા બેજા રૂપ મને ભાસ્યાં.જૈની સાધુઓ અને ચીન ધર્માચાર્યોમાં ઉપવાસ કરવાને મહિમા વધારે છે, પણ અમારામાં તે ખાધેપીધે ખેરસલા અને ઉગરે ઉચાટ” એમ હોવા છતાં, એ મોજશોખ, કાર્યવિમુખતા અને નિરાંતની જીંદગી માત્ર પિશા. કના કરમત આડાપણાને લીધે અમાન્ય કરી. આથી મારા મિત્રો નિશ્ચય કરી બેઠા કે મારું આવી જ બન્યું છે. “મનસુખભાઇને તો સદા મનમાં જ સુખ માની લેવાના લેખ લખાયેલા છે” એમ કહી, તથા મને ભલે આદમી કહી, હસી કાઢવા લાગ્યા અને મોટા રાજાની માફક, મારા જેવા કંગાલ અને મૂર્ખ તરફ દયાની નજરથી જોવા લાગ્યા. અત્યા૨ સુધી બાપે શિખવેલાં પુસ્તક ઉપરથી ગરીબ સ્થિતિને બહુ રમણીય ક૫તે. મનમાં જરા પણ ખેદ પામ્યા સિવાય ગરીબાઈને ભેટવા તૈયાર થયું. મેં ગરીબાઈને ઘણું સરસ મનહર રંગમાં ચિતરેલી જોઈ હતી. અને તે ચિતરનારા એમ લખતા કે એ સ્થિતિમાં આવવાથી, દુનીઆને આપછે પૈર્ય, હિમ્મત અને મનની શાંતિ સાચવી રાખવાની બહાદુરીને એક વધારે દાખલ આપી શકીશું; માટે આપણે એ સ્થિતિ માટે મગરૂર થવું જોઈએ. આવું મનમાં ઠસાવાથી હું એક વખત મન સાથે વાત કરતાં બોલી ઉઠયા (અને કયો વેદીઓ વિધાર્થી એમ નહિ બોલતો હેય?) –
“ આહા દરિદ્રતા ! તારામાં એવું શું છે કે જે ડાહ્યા માણસો ભયંકર ગણે? મિતાહાર, તંદુરસ્તી, કરકસર એ તારા અનુચર છે. ખુશમિજાજ અને સ્વતંત્રતા એ તારા દોસ્ત છે. કિકીનેટસ જેવા પણ જેના માટે શરમાતા નહિ
તેના માટે શા સારૂ કોઈએ શરમાવું જોઈએ ? દોડતે ઝરો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com