SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત. ઍડીસનના સ્પેકટેટર' નામના રોજ દા પવે પત્રિકા રૂપમાં લખાયેલા ગમ્મત મિશ્રિત બોધ અને ટીકા વડે ઈગ્લાંડના જન-સમાજમાં જે અદ્ભુત બ્રમણ(revolution)ને જન્મ આપ્યો હતો તે જગજાહેર છે. લગભગ અવા જ રૂપમાં લખાયેલું ગેલ્ડસ્મીથનું સીટીઝન ઓફ ધી વર્ડ' માત્ર ઈંગ્લાંડને એકલાને નહિ પણ અંગ્રેજી ભાવા પણ નાર સર્વને કેવું મોહક અને બોધક થઈ પડયું છે તે પણ સુપ્રસિદ્ધ છે. એ બેમાંથી એકેની આબેહુબ ખુબ આ પુસ્તકમાં આણવી એ તે મુશ્કેલ છે, કારણ કે ગુજરાતી ભાષામાં આવા રૂપમાં લખાયેલું આ પહેલુંજ પુસ્તક છે વળી ગુજરાતી ભાષા બરાબર ખેડાયેલી નથી; તેમજ ગુજરાતી ભાષામાં, ઍડીસન–ોલ્ડસ્મીથને મળેલાં સાહિત્ય જેવાં સાહિત્યે દુર્લભ છે. અલબત, આજ કાર્ય કઇ વિશેષતર સમર્થ જને ઉપાડ્યું હોત તો તે વધારે દીપી ઉઠત તેમાં કાંઈ શક નથી. વ્યવહારિક નીતિ અને ધર્મ એ બેને ગાઢ સંબંધ છે. એકને અભાવ ત્યાં બીજનું અસ્તિત્વ અસંભવિત છે. લચી પડેલા મસ્તકને ટેકો આપવામાં તે બન્ને સરખી રીતે અસરકારક છે. બને ખરી વિરક્તિ-સંસારમાં રહેવા છતાં શુદ્ધ ભાવે રહેવાની યુતિ–તેમજ શક્તિ પ્રેરે છે. પણ નીતિ તેમજ સ્વાભાવિક ધમને બોધ કરવાની રીતે વિવિધ પ્રકારની છે. માત્ર ઉપદેશ રૂપ થનથી એ દેખીતે ઉછે. વિષય ભાગ્યે જ કોઈના ગળે ઉતરવા પામે છે. વાર્તાના સમ્મિલનથી પ્રમાણમાં સારી અસર થાય છે. પણ પત્રના રૂપમાં અપાતા યુક્તિસર બોધ અને તે સાથે પ્રસંગોપાત અપાતી નાની વાર્તથી તે હેતુ ઘણો સારી રીતે સફળ થાય છે. સ્ત્રી-કેળવણીની આવશ્યકતા તો કહી બનાવવાની જરૂર જ નથી. એ એક એવી મહત્તાનો વિષય છે કે જેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy