________________
પY
મધુમક્ષિકા.
છે કે એથી પણ માણસ અસંતોષી, અસત્યવાદી અને અહીડીઓ થાય એમાં નવાઈ નથી. માણસને ગરીબાઈ જેટલું નડતી નથી તેટલું પિોકળ મગરૂબી અને અવિચારીપણું નડે છે. ગરીબાઈ ખરા અર્થમાં ગરીબાઈ–તો કઈ જગાએ છેજ નહિ. મૂર્ણ રીવાજોના ખર્ચ, પૈસાદાર કે મોટા દેખાવા માટે
ખાતે ડાક ડુમાક, ગરીબ દેખાવાની શરમ એટલાં વાનાં દૂર કરીએ તો પછી ગરીબાઈ ભાગ્યેજ જોવામાં આવશે. સાધારણ મહેનતથી પેટીઉં તે મળી જ રહે. ખાવાના સાંસા એનું નામ ખરી ગરીબાઈ. બાકીની ગરીબાઈ હાથે કરી માથે આણેલી બલા-પોતાની જ મૂર્ખાઈનું ફળ છે.
હવે એ ટીકા પરથી ખશી આગળ ચાલીએ. આ વા ગુપ્ત કલેશમાં વખત મારતો હતો એવામાં એક અમલદારની મારે પીછાન થઈ. એની મારફત એક રજવાડાના રાજકુમારને ભણાવવા માટે ખાનગી શિક્ષક તરીકે મારી નિમણુક થઈ. આ જગા મને બહુ ગમી. કારણું કે મારું પાણી દેખાડવાનો અને રાજ્ય ખટપટ જેવાને તથા મુસાફરી કરવાની મારી જીજ્ઞાશા વગર ખર્ચ પૂરી પાડવાને સારો લાગ મળ્યો. એકજ માસમાં રાજકુમાર સાથે મારે સારી ઘરવટ થઈ ગઈ. જો કે મારો પગાર માત્ર રૂ. ૩૫) નેજ હવે તે પણ મને અપાતાં ઈનામ અને ફુરસદના વખતે લખાતાં પુસ્તકોની આવક ગણતાં છ માસ આખરે મારી પાસે રૂા. ૫૦૦ ) બચ્યા. મારી જાતનું સધળું ખર્ચ રાજપુત્ર પૂરતો અને હું કરકસર દેવીની ભાવપૂર્વક સેવા કરતે તેથી આટલી રકમ બચાવી શકયો. એક વખત શ્રાવકના પર્યુષણ પર્વમાં થતી ધામધુમ જોવા જઈ આવ્યા પછી મને ઓચીતે તાવ આવ્યો. સંધ્યા સમયે મારી પથારી અગાશી પાસેની બારી નજીક કરી હતી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com