________________
પત્ર ૧૬ મે.--લક્ષ્મી તરફથી જમનાને. ૧૨૮
કરવાથી બન્ને જણ પ્રેમઘેલાં બને છે અને પછી પ્રેમની કિસ્મત તથા સ્ત્રી પુરૂષ તરીકેની ફરજો જાણવા બહુ યાન કર્યા કરે છે. તે કિસ્મત અને તે ફરજો જાણ્યા અગાઉ લગ્ન કરવાથી, જીવતાં સુધી નુકશાન થાય છે, અને તે ફરજો પ્રેમની અસર થયા સિવાય શિખવાની જરૂર જણાતી નથી. વેવીશાળ થયા પછી બન્ને જણ પોતામાં સુધારો કરવા યત્ન કરે છે અને વિયોગી હોવાને લીધે પ્રેમની કિસ્મત જાણે શકે છે. આવી રીતે થોડે ઘણે સુધારે અને પ્રેમની કિસ્મત શિખ્યા ૫. છી ન થાય છે તેથી તેમની પ્રીતિ ગાંઠ ઠેઠ સુધી નભે છે. આવી જ મતલબથી ઘરડાઓએ વેવીશાળ અને લગ્ન વચ્ચે વખત જવા દેવાને રિવાજ રાખ્યો જણાય છે. પણ આજકાલના પેલા ગાઢરા જેવા ડેકળાઓ આ મતલબ સમજ્યા સિવાય અને યોગ્ય અગ્યને વિચાર કર્યા સિવાય બાળકી સાથે વૃદ્ધનું અગર યુવાન પુત્રી સાથે બાળકનું “લાકડે માંકડું વળગાડી, આત્મ-સુધારો અમ-રસ્ય અશક્ય બનાવે છે; અને બન્નેના ભવ બગાડવો સાથે પિતાને તથા કુટુંબને દુઃખી થવાને વખત લાવે છે. હું અંતઃકરણ પૂર્વક ઇરછું છે કે સઘળી હિન્દુ બાળાઓના સુભાગ્યે હિન્દુ માબાપનાં મન સુધરે અને બાળાઓમાં જ્ઞાન પ્રસાર થાઓ. પણ “એ દિવસ ક્યાં કે મીના પગમાં જુ––”
માફ કર બહેન, આ જ વખતે હાલાને પત્ર આવવાથી તે વાંચવા લક્ષ ખેંચાય છે અને તે કારણથી આ પત્ર બંધ કરવા રજા લેવી પડે છે. ફુરસદ વખતે ઉત્તર લખવા મહેરબાની કરજે અને મને માન
વારી વહાલી બહેન
| લક્ષમી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com