________________
પત્ર ૧ મે-પાર્વતી તરફથી લક્ષ્મીને. ૧૦૫
સી પુરૂષને અવશ્ય લેવું પડતુંજ, એમ કહીએ તો પણ ચાલે. હાલમાં ગામડાંમાં જુઓ કે ગરીબ ખેડુતો અને નીચમાં નીચ લોકો પણ ભજન ગાવા વગાડવા તરફ કેટલો શોખ ધરાવે છે. પરણેલાં સ્ત્રી પુરૂષ માટે અલંકારિત અને ઉપયોગી બન્ને જાતનાં જ્ઞાનની જરૂર છે. પહેલું જ્ઞાન જુજ, પણ વિવિધ પ્રકારનું; અને બીજું પૂર્ણ અને દેશ, કાળ, સ્થિતિને અનુસરી જરૂરના પ્રકારનું જોઇએ.
એટલું યાદ રાખવું કે એમાં હદપાર જવું નહિ. ફુરસદના વખત માટે એ સાધન છે, સાસરે ગયા પછી બીજાની મરજી વિરૂદ્ધ એ આચરણ ન થવું જોઇએ.
તારા પિતાશ્રીએ તારા વેવીશાળ વિષે અમને તપાસ કરવા લખ્યું છે, પણ અમે નણી જોઇ આંખ આડા કાન કરીએ છીએ. જ્યારે કોઈ ઠેકાણું તે પસંદ કરે અને વેવીશાળની વાત નકકી થવાની અણી ઉપર આવે ત્યારે, તારે તારાં માતુશ્રીને હમણું તે વાત એક વરસ સુધી મુતવી રાખવા કહેવું. એ દરમ્યાન તારે પરણેલી સ્થિતિમાં દાખલ થવાની સર્વ પ્રવેશક તૈયારીઓ થઈ જશે અને વળા “અણુ ચક સે વરસ જીવે. આટલું તને હું ભાર મૂકીને કહું છું કે, વેવીશાળ કર્યા પહેલાં, થવાના પતિ વિષે પુરતી માહીતી મેળવજે. તારાં માયાળુ માતુશ્રીને ગમે તેમ સમજાવી,એવિષે પૂરી ખાત્રી કર્યા વિના જોડાવાની હા પાડતી નહિ. આ જ છે, પણ ફાયદાની જ છે; બેશરમાપણું છે, પણ તે સારે રસ્ત છે; સ્વછંદીપણું ગણાશે,પણ આખરે એજ સ્વછંદીપણું તને તથા તારા હૈ નિકટના સંબંધીને સુખી કરશે. માટે વધારે નહિ લખતાં, એટલેથીજ ટુંકું વાળું છું કે, અત્યારે સુધી મેળવેલું જ્ઞાન, એ ખાત્રી કરવાના ઉપાય સભ્યતાથી જવામાં વાપરજે.
તારી નેહાધીન બહેન-પાર્વતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com