________________
૧૮ ભવ. ]
દૂતને સાંત્વન. ખેદ પામ્યા. અને ચિંતવવા લાગ્યા કે કુમારોએ આ યુકત કર્યું નથી. આ દૂત ઉપર જે ધસારે કર્યો છે તે તેના ઉપર કર્યો નથી પણ ખરેખર તે તે અશ્વગ્રીવ રાજાના ઉપર કર્યો કહેવાય. કારણ હતે હંમેશાં સ્વામિના પ્રતિનિધિ થઈનેજ સંચરે છે. તેથી જ્યાં સુધી એ ચંડવેગ તેની પાસે ગયે નથી ત્યાં સુધીમાં તેને પાછે બોલાવી તેને શાંત્વન કરીને મેકલ સારે છે. “ જ્યાંથી અગ્નિ ઉઠ હોય ત્યાં જ તેને બુઝાવી દેવે યુકત છે” એ પ્રમાણે વિચાર કરી પિતાના પ્રધાન દ્વારા તેને પાછે બેલા, અને બે કરજે કુમારોએ કરેલી કલુષતાને ધેવામાં જલના પ્રવાહરૂપ વિશેષ બરદાસ કરી. અને પિતાના કુમારનું માહું આચરણ અશ્વગ્રીવ રાજાને નિવેદન નહિ કરવા વિનંતિ કરી.
પ્રજાપ્રતિ રાજાની નમ્રતાયુકત વાણું અને તેણે કરેલી વિશેષ બરદાસથી દૂતના મન ઉપર સારી અસર થઈ અને તેણે રાજાને જણાવ્યું કે “તમારા કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાલક દુર્નય કરે ત્યારે તેને ઉપાલંભ દેવે એજ દંડ કહે છે, તેની ફરીયાદ કાંઈ લઈ જવાની નથી, આવી લૌકિક નીતિ છે. તમારા કુમારનું આ અનુચિત આચરણ હું રાજા પાસે કહીશ નહિ. એ પ્રમાણે કહેવાથી રાજાએ એ દૂતને બંધુની જેમ આલિંગન કરીને વિદાય કર્યો.
ચંડવેગ દૂત અશ્વગ્રીવ રાજા પાસે જઈ પહોંચે તે પહેલાં તે તેને ઉપરના બનાવની ખબર થઈ ગઈ હતી. એટલે ચંડવેગને પિત ના પરાભવની હકીક્ત નિવેદન કર્યા વગર છૂટકો થયે નહિં. તેણે પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપઠે કરેલા પરાભવને સર્વવૃત્તાંત જણાવ્યું. તેની સાથે રાજાએ પિતાને આદરસત્કાર પૂર્વક આપેલી ભેટે ૨જુ કરી. અને રાજાનું આજ્ઞાંકિતપણું નિવેદન કર્યું અને આજ્ઞા મેળવી તેની પાસેથી વિદાય થયે.
દૂતના ગયા પછી અશ્વગ્રીવ રાજા વિચારવા લાગ્યું કે “ નિમિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com