________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૩ આયુષ્ય પુરૂ કરી નવમા ભાવમાં ઈશાન દેવલેકમાં મધ્યમ આયુષ્ય વાળા દેવતા થયા. ત્યાંથી આવી, દશમા ભાવમાં મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી, અગીઆરમા ભવમાં સનકુમાર દેવલોકમાં મધ્યમાયુ દેવતા થયા. ત્યાંથી ચવી, બારમા ભવમાં તંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થયા. તે ભાવમાં પણ ત્રિદડી થઈ, ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મૃત્યુ પામી; તેરમા ભાવમાં માહેદ્રકલ્પમાં મધ્યમ સ્થિતિએ દેવતા થયા. ત્યાંથી આવી ભવભ્રમણ કરી, ચાદમા ભવમાં રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયાતે ભવ માં પણ વિદી થઈ એવીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી આયુધ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પંદરમા ભવમાં બ્રહ્મદેવલોકમાં મધ્યમાયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને, પણ ઘણા ભવ ભ્રમણ કર્યા.
એ પ્રમાણે ભવે કરી સેલમાં ભવમાં-રાજગૃહ નગરમાં વિશ્વનદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખાનંદી નામે એક પુત્ર થયે, તે રાજાને વિશાખભૂતિ નામને
એક નાનો ભાઈ હતું. તેને ધારણ નામે સ્ત્રી હતી. મરિચિને * જીવ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા શુભકર્મથી તે વિશાખાભૂતિ
ની ધારણા નામે સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો, તે વિશ્વભૂતિ અનુક્રમે વનવયને પ્રાપ્ત થયું. તે નગરના પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં વિશ્વભૂતિ એક વખત અંત:પુરસહિત કીડા કરવા ગયે. તે કીડા કરતો હતો. તેવામાં તેના કાકાને કિંવર વિશાખાનંદી પણ ક્રીડા કરવાની ઈચછાએ ત્યાં આવ્યો પણ વિશ્વભૂતિ અંદર હેવાથી તે બહાર રહ્યા. તે સમયે રાણી પ્રિયંગુની દાસીએ પુષ્પ લેવાને ત્યાં આવી. તેમણે તે વિશ્વભૂતિને અંદર અને વિશાખાનંદીને બહાર જોયા, તેથી પુષ્પ લીધા સિવાય પાછી ગઈ. અને રાણીને ઉધાનની ખબર કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com