________________
૧૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨ અહિં મરિચિને કુલ ઉત્કૃષ્ટ મદ થવાથી તે નીચત્ર કમને બંધ કરે છે. આ ભૂલનું પરિણામ વચમાં ઘણા ભામાં તેને ભેગવવું પડે છે. ને તે ભેગવતાં પોતે બાંધેલું નીચગેત્રકર્મ ખપાવે છે. તે ખપાવતાં જે કંઈ કર્મલ બાકી રહે છે. તેનું પરિ ણામ તીર્થકર જેવા ઉત્તમભવની શરૂઆતમાં જ તેને ભેગવવું પડશે! તે આપણે તે તે ભવની વિચારણા વખતે જાણવાનું મુલતવી રાખીશું. કમ જેવું નિષ્પક્ષપાત જગતમાં કેઇ નથી કે જે કોઈની પણ શરમ રાખતું હોય? સારા અને માઠા કર્મના વિપાક તેના કર્મના અનુસાર આપવાને તે જરા પણું પક્ષપાત કરતું નથી. આ વાત હંમેશા ધ્યાન ઉપર રાખી છએ પિતાનું જીવન ગુજારવાનું છે.
મરિચિના ભવમાં બીજી મહત્વની ભૂલ કપિલે પુછેલા ધર્મના પ્રશ્નોના જવાબ દેતી વખતે થાય છે. કેવળજ્ઞાની ભગવંતે ઉસૂત્ર પ્રરૂપણુથી બંધાતાં માઠાં કમને મુખ્ય પ્રધાનપદ આપ્યું છે. આઠ પ્રકારના કર્મબંધનનાં કારણેમાં અશુભ કર્મબંધનાં જે કારણે બતાવેલાં છે તેમાં પણ ઉત્સુત્ર પ્રરૂપણાથી ગાઢ અશુભ કર્મ બંધાય છે. કારણ, બીજાં કર્મો જીવ પોતે એકલે બાંધે છે, જ્યારે ઉત્સુત્ર પ્રરૂપણાથી પિતે તે અશુભ કર્મોપાર્જન કરે તે ઉપગત એ ઉસૂત્ર પ્રરૂપણને લાભ જે જીવને મળે છે, તે જીવે અને એમ તેની પરંપરા એ ઘણું જ અશુભકમ બાંધી આ ભવ ચકમાં જન્મ મરણ કરે છે. તે બધાના મૂળ કારણરૂપ ઉસૂત્રની પ્રરૂપણું કરનાર છે. અને તેજ કારણથી. મરિચિ પણ એક કેટા કેટી સાગરોપમ પ્રમાણુ કાળ સંસારમાં ભ્રમણ કરવાનું નવીન કર્મ ઉપાર્જન કરે છે. તીવ્ર પરિણામથી સૂત્રપ્રરૂપક યાવત્ અનંત સંસાર પણ ઉપાર્જન કરે છે. અવિરતસમ્યગદષ્ટિ, દેશ વિરતિ, સરાગસંયમી, બાળતપસ્વી (અજ્ઞાન તપ તપનાર) દુઃખગર્ભ મેહગર્ભ વૈરાગ્ય, અકામપણે–અણુઈચછાએ–દુઃખ ભેગવતે જીવ કર્મનિર્ભર કરી દેવગતિનું આયુષ્ય બાંધી દેવભવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com