________________
૫૧
ક8
૨૭ જાવ. .
લિંગ વિચાર બાલક સરળ રહીને કાર્ય અકાય કહી દે છે, તેમ માયામ છેડીને તેવી રીતે જ ગુરૂ પાસે આલોચના લે.
આલોચના લેવાથી પાપ હલકા થાય, આહાદ થાય, વપરની પાપથી નિવૃત્તિ થાય, ઋજુતા કાયમ રહે, શધિ થાય, દુષ્કર કરણ થાય, કેમળ પરિણામ થાય અને નિશલ્યપણું થાય. એ શેાધિ-ખલિત પરિશુદ્ધિના ગુણે છે.
આલોચના લેવાના પરિણામથી ગુરૂ પાસે આવવા નિકળે, ત્યાંથી જે વચ્ચે માર્ગમાં જ કાળ કરે તેપણ તે આરાધકજ છે. ગુરૂ પાસે આવી તે પોતના દોષ પ્રગટ કરે, તે જે મોક્ષે ન જાય, તે પણ તે દેવગતિ તે અવશ્ય પામે. I શલ્ય સહિત સાધુ કમેજય કરવાને સમર્થ થઈ શકશે નહી.
નજીવી ભુલ થાય તે પણ નિઃશલ્યપણે આલેચના લેવી જોઈએ, કે જેથી સકળ કર્મને દુર કરી સિદ્ધિ પદ મેળવવાની સરળતા થાય.
એ પ્રમાણે બીજા લિંગના પેટા ભેદે છે. આવી પ્રવર શ્રદ્ધા ભાવસાધુનેજ હોય છે, અને તેના ભાવથી તે પ્રજ્ઞાપનીય થાય છે.
(૩) ત્રીજુ લિંગ-પ્રજ્ઞાપનિય–એટલે અસદુગ્રહથી રહિત.
મતિમોહના મહિમાથી ચારિત્રવંતને પણ અસગ્રહ હોઈ શકે; કારણ કે વિધિ, ઉદ્યમ, વર્ણક, ભય-ઉત્સર્ગ, અપવાદ, તદ્ભય, એ બાબતનાં બહુ પ્રકારનાં ગંભીર ભાવવાળાં સૂત્રે આ જિનશાસનમાં રહેલાં છે. એ સૂત્રે અનેક પ્રકારનાં છે, એટલે કે સ્વસમય, પરસમય, નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, વિગેરે બાબ તેને, તેમજ તે તે નયના અભિપ્રાયને જણવનારા, અને સિદ્ધાંતની બાબતમાં ગંભીર ભાવવાળાં છે, જેને અભિપ્રાય મહાબુદ્ધિવાન પુરૂષજ સમજી શકે તેમ છે. તેથી તેમના તે વિષય-વિભાગને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી નહિ જાણી શકનાર છવ મુઝાઈ પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com