________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૯ ૯ જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે, તે તે સ્થળે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશાકતરૂ રચે છે. તે અચેાકવૃક્ષ ઋષભ સ્વામિથી આરંભીને શ્રીપાર્શ્વનાથ સ્વામિ સુધી તેવીસ તીર્થંકરા ઉપર તેમના પેાતાના શરીરના પ્રમાણથી બાર ઘણૢા ઉંચા રચવામાં આવતા હતા; અને શ્રી વીર પ્રભુના ઉપર ખત્રીશ ધનુષ્ય ઉંચા રચવામાં આવતે હતા. ( આ સંબધે વિશેષ ખુલાસા ઉપદેશપ્રાસાદ ભાષાંતર. સ્થંભ ૧ લા પૃ ૧૦ ઉપર છે. )
૩૬
૧૦ જ્યાં જ્યાં તીર્થંકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અપેાસુખ થઈ જાય છે; એટલે માર્ગમાં રહેલા કાંટાની અણીએ નીચી નમી જાય છે.
૧૧ જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે, ત્યાં રસ્તામાં આવતા વૃક્ષા ભગવંતને પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે.
૧૨ પ્રભુ વિચરે ત્યાં આકાશમાં દેવદું ધ્રુભી વાગ્યા કરે છે. ૧૩ ભગવંત જ્યાં વિચરે છે ત્યાં સંવતક જાતિના વાયુ એક ચેાજન પ્રમાણ પૃથ્વીને શુદ્ધ કરીને, ( કચરા વિગેરે દૂર કરીને ) સુગધી, શીતળ અને મંદમંદ, તેમજ અનુકૂળ વાય છે; તેથી સ પ્રાણીને તે સુખાકારી થાય છે.
•
૧૪ જગદ્ગુરૂ જિનેશ્વર જ્યાં જ્યાં સ‘ચાર કરે છે, ત્યાં ત્યાં માર અને પાપટ વિગેરે પક્ષીઓ પ્રભુને પ્રદક્ષિણા કરે છે.
૧૫ જે સ્થળે પ્રભુ ખિરાજે છે, ત્યાં ધુળ સમાવવા માટે ઘનસારાદ્ધિ યુકત ગંધાઇકની વૃષ્ટિ થાય છે. ( મેઘકુમાર ધ્રુવે। આ વૃષ્ટિ કરે છે.)
૧૬ સમવસરણની ભૂમિમાં ચ'પક વિગેરે પાંચ રંગના પુષ્પાની જાનું પ્રમાણ ( ઢી‘ચણ સુધી ) વૃષ્ટિ થાય છે. પ્રભુના અતિશયથી તે પુષ્પા ઉપર ચાલવાથી તે પુષ્પાને કઇ ખાધા કે પીડા થતી નથી. ( વિશેષ ખુલાસા ઉપદેશપ્રાસાદ ભાષાંતરના પૃ. ૧૧ ઉપર નુ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com