________________
કાર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ જણાઈ આવે છે. તીર્થકર શીવાયના મુનિઓને તેમના શુદ્ધ નિર્મળ ચારિત્ર અને તપના બળથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે,
જ્યારે તીર્થકરોને એવી લબ્ધિઓ જન્મથી સ્વભાવથીજ હાય છે, અને તે ઉપરાંત તેઓને સ્વભાવથીજ અતિશય પ્રાપ્ત થાય છે. અતિશયોના અધિકારી ફક્ત તીર્થકરજ છે. તીર્થકરોને જે અતિશય પ્રાપ્ત થાય છે, તે તેમના આત્મિક વિકાસનું જ પરિણામ છે. અતિશય એટલે જે ગુણોનું વર્ણન કરવું છે, તે ગુણનું પરા કાષ્ટાએ પહોંચવું. તે અસાધારણ ગુણ છે. તે ગુણ તીર્થંકર શીવાય બીજા કોઈનામાં હોય જ નહિ. જગતમાં પૂર્વકાળમાં અનંતા તીર્થકર થયા તે તમામને એ અતિશય હતા. તે અતિશય ચેત્રીસ પ્રકારના છે. ભગવંત મહાવીર દેવને પણ તેવા પ્રકારના અતિશય પ્રાપ્ત થએલા હતા. એ ચેત્રીશ પૈકી ચાર અતિશયેતે પૂર્વના તીર્થકરોની માફક પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયા હતા.
જન્મથી ચાર અતિશય. ૧ભગવંતને દેહ સર્વ લેકો કરતાં શ્રેષ્ઠ (લેકોત્તર) અને અદભૂત સ્વરૂપવાન હતા, તેમજ વ્યાધિ, પરસ્વેદ અને મેલ રહિત દેહ હતે.
૨ ભગવંતને શ્વાસોશ્વાસ કમળના પરિમલના જે સુગંધી હતે.
૩ ભગવંતના દેહની અંદરનું માંસ અને રૂધીર ગાયના દુધ જેવું ઉજવલ વેત હતું.
૪ ભગવંત જે આહાર કરતા હતા, તે ચમ ચક્ષુવાળા પ્રા. ણીએ (મનુષાદિક) જોઈ શકતા નહતા. ફકત અવધિજ્ઞાનીએ જ જોઈ શકતા હતા.
કેવળજ્ઞાન પ્રાપ્તિના સમયથી અગીઆર અતિશયે તીર્થકરોને ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે ભગવંતને પણ પ્રાપ્ત થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com