________________
૩૨૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. 1 પ્રકારનું ૧૯ શક્તિના અતિશય પણાના લીધે એક ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે, કંઈ પણ વિશ્રાંતી લેતા નથી. એ બે ચારણે ઉપરાંત બીજા પણ ઘણા પ્રકારના ચારણે છે,
જેના પ્રભાવે આકાશમાં ફરે, પર્યકાસને બેઠા થકા જાય, કાયેગેસ્થિત રહે અને પગ ઉપાડયા વિના આકાશમાં જતા રહે એ વ્હેમચારણુ લબ્ધિ કહેવાય. જે મુનિઓને જળચારણું લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિ કુવા, વાવ્ય, નદી, તથા સમુદ્રાદિકના વિષે અપકાય જીવની વિરાધના કર્યા શીવાય, જળમાં ભૂમિની પેઠે પગ ઉપાડી ગમનાગમન કરી શકે. વળી પૃથ્વીની ઉપર ચાર આંગળ આકાશમાં જઘા ઉચી કરવાને નિપૂણ હોય, તે પણ જંઘાચારણ કહેવાય છે. પુ૫ચારણું લબ્ધિવંત મુનિઓને એ પ્રભાવ હોય છે કે, નાના પ્રકારના વૃક્ષવેલીઓ તથા પુષ્પાદિકને ગ્રહણ કરી, તેના સુક્ષ્મ જીવોની વિરાધના કર્યા શીવાય,કુસુમની પાંખના સમુદાયને અવલંબીને રહી શકે છે. શ્રેણિચાર લબ્ધિવાન મુનિઓ, ચારસે જન ઉચે નિષેધ તથા નીલવંત પર્વત છે તેની ટોચ ઉપર, સમશ્રેણિએ જવા આવવાને શક્તિવાન હોય છે. અગ્નિ શિખાચારણ લધિવાન મુનિઓ, અગ્નિશિખાને આશ્રય કરીને તેજકાયના જીવેને ન વિરાધતાં અને પોતે પણ ન બળતાં, પગથી તેના ઉપર ગમનાગમન કરવાને શક્તિવાન હોય છે. ધુમચારણ લબ્ધિવાન મુનિએ તિર્થક અથવા ઉ4 ગમન વખતે અગ્નિની પેઠે ધુમ્રને આશ્રય કરીને અખલિત ગમન કરવાની શક્તિ ધરાવે છે. મર્કટ તંતુ ચારણ લબ્ધિને એ પ્રભાવ છે કે, વાંકાચુંકા વૃક્ષના અંતરાયમાંના અવકાશમાંના કુજ વૃક્ષના કેલિઆડાના તંતુને આશ્રય કરીને ગમનાગમન કરી શકે છે. ચક્રમણ જાતિરાશિમ ચારણ લબ્ધિને એવો મહિમા છે કે, તે લબ્ધિવાન મુનિ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદિકની તથા બીજી કોઈપણ તિના કિરણેને આશ્રય કરીને ગમનાગમન કરી શકે છે. વાયુચાર | લબ્ધિનો એ પ્રભાવ છે કે, તે લબ્ધિવાન મુનિ સામે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com