________________
૩૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
થાં, તથા પાણી વગરના બે ઉપવાસે, જ ધાએ ઉંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાન કષ્ટમાં રહેતાં થકાં, શુકલધ્યાનમાં વતાં છેવટનું સ ́પૂર્ણ પ્રતિપૂર્ણ અભ્યાહત નિરાવરણુ અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળર્દેશન ઉપન્યું. ( ૧૦૨૪)
હવે ભગવાન અર્હત્ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી થઇ, દેવ, મનુષ્ય, તથા અસુર પ્રધાન ( આખા ) લેાકના પર્યાય જાણવા લાગ્યા. એટલે તેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પાત, ખાવુ' પીવું, કરેલુ કરાવેલું, પ્રગટ કામ, છાનાં કામ, ખેલેલું, કહેલુ, એમ આખા લેાકમાં સર્વ જીવાના સાઁભાવ જાગતા દેખતા થકા વિચરવા લાગ્યા. (૧૦૨૫)
જે દીને ભગવાનને કેવળજ્ઞાન, કેવળ દર્શનઉપન્યાં, તે દિને ભુવનપત્યાદિ ચારે જાતના દેવદેવીઓ આવતાં જતાં આકાશ દેવમય તથા ધાળુ થઈ રહ્યું. (૧૦૨૬)
એ રીતે ઉપજેલા જ્ઞાનદર્શનને ધરનાર ભગવાને પોતાને તથા લેાકને સંપૂર્ણ પણે જોઇને પહેલાં દેવાને ધમ કહી સંભલાબ્યા અને પછી મનુષ્યાને. ( ૧૯૨૭)
પછી ઉપજેલા જ્ઞાનર્દેશનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગાતમાદિક શ્રમણ નિગ્રથાને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથ્વી કાય વિગેરે છ જીવની કાય કહી જણાવ્યાં. (૧૦૨૮ ) (પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રત)
પહેલુ મહાવ્રતઃ-હે ભગાન્ ! હું સવ` પ્રાણાતિપાત ત્યાગ કરૂ છું.તે એ રીતે કે સુક્ષ્મ કે ખાદર ત્રસ કે સ્થાવર જીવને યાવત્ જીવ પ‘ત, મન વચન કાયાયે કરી ત્રિવિધ પાતે ઘાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ, અને કરતાને રૂડું ન માનીશ, તથા તે જીવઘાતને પડિકરું છું, નિદુ છું, ગરહું છું, અને તેવા સ્વભાવને વાસરાવુ` છું. ( ૧૦૯)
તેની આ પાંચ ભાવનાઓ છે. ( ૧૦૩૦ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com