________________
ર૭ ભાવ ] મેતા પંડિતની શંકા. અને સત્કલમાં જન્મ ઈત્યાદિ પુણ્યના ફળ છે, અને તેથી વિપરીત અલ્પ આયુષ્ય, કુરૂપ, નિર્ધનતા, વ્યાધિઓની પીડા અને નીચકુળમાં જન્મ ઇત્યાદિ પાપના ફળ છે. આ પ્રત્યક્ષ દેખાતા ભેદના હેતુ એનું મનન કરવાથી શંકાનું સમાધાન આપે આપ થઈ જશે. જે પુણ્ય અને પાપ જેવું જગતમાં કંઈ ન હોય, તે પછી જગતના જીમાં જે તારતમ્યતા જોવામાં આવે છે, તે જોવામાં આવે નહી, અને બધા સમાન કેટીમાં હોય. પરંતુ તેમ તે છેજ નહી તેથી ખાત્રી થાય છે કે તે તત્વે જગતમાં છે.” આવા પ્રકારના પ્રભુના વચનથી અચળભ્રાતા પ્રતિબંધ પામ્યા, અને તેમણે શિવે સહિત ચારિત્ર અંગીકાર કર્યું દશમા મેતાર્ય નામના પડિત છે. તેમના મનમાં એ
સંશય હતો કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવારૂપ મેતાર્ય પંડિતના પરલોક નથી, મતલબ પુનર્ભવ નથી; મનનું સમાધાન. કારણ કે ચિદાત્મરૂપ જીવનું સ્વરૂપ બધા
ભૂતના એક સંદેહરૂપ છે. તે ભૂતને અભાવ થતાં-વિખરાઈ જતાં જીવન પણ અભાવ થાય છે, તે પછી પરલોક કે પુનર્ભવ શી રીતે હોઈ શકે?” આ સંશય પાસે આવતાં પ્રભુએ તેમને કહી સંભળાવ્યું, અને પુછયું કે, “તેમને એ સંશય છે એ વાત ખરી કે નહી?” પંડિતે નિઃગવિતપણે પ્રભુને જણાવ્યું કે, “આપે જે મારા મનને સંદેહ જણાવ્યું, તેજ પ્રમાણે મારા મનમાં સંશય છે.” પ્રભુએ તેમના સંશયનું સમાધાન કરતાં જણાવ્યું કે, “તમારે એ સંશય મિથ્યા છે. જીવની સ્થિતિ સર્વ ભૂતથી જુદી જ છે. કેમકે બધા ભૂતે (પંચમહાભૂત) એકત્ર થાય, તે પણ તેમાંથી કાંઈ ચેતના ઉન્ન થતી નથી. તેથી જે જીવને ધર્મ-લક્ષણ છે, તો સ્ત્રાનિક ” તે પંચમહાભૂતથી જુદું છે. એ ચેતના લક્ષણવાળે જીવ. આયુષ્ય પુરું થયા બાદ શરીરથી જુદું પડી પરલોકમાં જાય છે, અને કેટલાક અને તે તે ભવમાં પણ જાતિ મરણ વિગેરે કારણથી પૂર્વ
89
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com