________________
૨૯૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ કેમકે વેદનાં તે પદે તે પુરૂષની સ્તુતિના છે. વેદનાં વાકય ત્રણ પ્રકારનાં છે, કેટલાંક વિધિવા છે, જેમકે સ્વર્ગની ઈચ્છા કરનાર પ્રાણીએ અગ્નિહોત્ર કરવું; વળી કેટલાંક વાકયો અનુવાદ સૂચવ નારાં છે, જેમકે બારમાસને એક સંવત્સર કહેવાય અને કેટલાંક વા સ્તુતિરૂપ છે, જેમકે આ ઉપરનું તમારા સંદેહપણાનું જે વાક્ય છે, તે વાકયથી વિષ્ણુને મહિમા કહે છે, પણ અન્ય વરતુઓનો અભાવ કહેલું નથી. નહીં તે “guછં પુર , vri mોર કાર્ય - ઈત્યાદિક વેદના વાકયો નિરર્થક થાય. (જુઓ કલ્પસૂત્રની સુબાધિકા ભાષાંતર પૃ. ૯૮)
કહે અગ્નિભૂતિ ! તે કર્મ મૂર્તિમાન છે એમ તમે માને, કેમકે કર્મને અમૂર્ત માનવાથી આકાશાદિકની જેમ તેનાથી આત્માને અનુગ્રહ ઉપઘાતને ( સુખ, દુઃખને) પ્રસંગ ઘટસે નહી. વળી કર્મોની સાથે આત્માને અનાદિકાળથી સંબંધ છે, એમ પણ તમે માનો કેમકે તેને સંબંધ સાદિ માનીયે તે મુકતજીને પણ કમને સંબંધ થ જોઈએ. સાદિ સંબંધ માનવાથી સંસારી જીવ પહેલાં કર્મ રહિત હરે અને પછી અમુક કાળે કર્મ સહિત થયે. જે એમ માનવામાં આવે તે પછી મુક્તજીવ પણ કર્મ રહિત થયા પછી, તેને પણ અમુક વખતે કર્મને સંબંધ થ જોઈએ, અને તેમ થાય તે પછી મુક્તજી અમુક્ત થશે; માટે તેમ માનવું ઈષ્ટ નથી. પ્રવાહે કરી છવકર્મ ને સંબધ અનાદિ છે એમ તમે માને. જે તમને એમ લાગે કે જીવકર્મને સંબંધ અનાદિને છે, ત્યારે તેને વિગ શી રીતે થઈ શકે ? કેમકે અનાદિ હોય તે અનંત પણ હોય. જેમ કાળ અનાદિ છે તેમ અનત પણ છે. આવા પ્રકારની શંકાનું સમાધાન એ છે કે, જેમ સુવર્ણ અને પાષાણુને સંબંધ અનાદિ છે, તે પણ તેવા પ્રકારની સામગ્રીના યેગે અગ્નિમાં મુકીને ધમવાથી સુવર્ણ અને પાષાણુ જુદા પડે છે, તેમ જીવ પણ ધ્યાનરૂપી અગ્નિના ગે અનાદિ સંબંધવાળા કમથી જુદા પડે છે, એમ સિદ્ધ થાય છે. વળી તે આયુષ્યમાન ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com