________________
२४३
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ સર્વજ્ઞ નહિ છતાં પિતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજ્ય કરેલા મારાભાઈને પાછા લઈ આવું. સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને અગાધ બુદ્ધિવાળા ઈદ્રભૂતિને માયા વગર કોણ જીતવાને સમર્થ છે? કારણ કે માયારહિત પુરૂષ માં માયાવી પુરૂષ વિજય મેળવે છે. પણ જો એ માયાવી મારા હૃદયને સંશય જાણીને તેને છેદી નાખે, તે હું પણ ઈદ્રભૂતિની જેમ શિખ્ય સહિત તેમને શિષ્ય થાઉ ” આ પ્રમાણે નિશ્ચય કરી તે અગ્નિભૂતિ પાંચશે શિષ્ય સહિત જ્યાં પ્રભુ સમવસરણમાં બીરાજેલા છે ત્યાં આવ્યા.
સન્મુખ આવતા તે અગ્નિભૂતિને ભગવંતે કહ્યું “હે ગૌતમ ગેત્રી અગ્નિભૂતિ! તમને કુશળ છે? અહંકારી અગ્નિભૂતિ સમોસરણમાં પ્રભુની પાસે શિવે સહિત બેઠે. પ્રભુએ પુનઃ તેમને કહ્યું કે, “ તમારા મનમાં કર્મને સંદેહ કેમ છે? તમે એમ માને છે કે, કર્મ છે કે નહિ? અને જે હોય તે તે પ્રત્યક્ષ્યાદિ પ્રમાણને અગમ્ય છે. વળી અમૂર્તિમાન જીવ તે મૂર્તિમાન-રૂપી-એવા કર્મને શી રીતે બાંધી શકે? અમૂર્તિમાન જીવને મૂર્તિવાળા કર્મથી ઉપઘાત અને અનુગ્રહ શી રીતે થાય? આ તમારા હૃદયમાં સંદેહ છે તે વ્યાજબી નથી. કારણ કે,
અતિશય જ્ઞાની પુરૂષને કર્મ પ્રત્યક્ષ જણાય છે, અને તમારાજેવા છદ્મસ્થ પુરૂષને જીની વિચિત્રતા જેવાથી અનુમાન વડે કમ જણાય છે. કર્મની વિચિત્રતા વડેજ પ્રાણીઓને સુખદુઃખ વિગેરે વિચિત્ર ભાવ પ્રાપ્ત થયા કરે છે. તેથી કર્મ છે એ વાત તમે નિશ્ચય માનજે. જગતમાં કેટલાક જીવ રાજા થાય છે, અને કેટલાક હાથી, અશ્વ, અને રથના વાહનપણાને પામે છે. તેમજ કેટલાક તેમની પાસે ઉપનિહ વગર પગે ચાલનારા થાય છે. કેઈક હજારે પ્રાણીના ઉદર ભરનારા મહદ્ધિક પુરૂ થાય છે, અને કેઈક ભક્ષા માગીને પણ પોતાનું ઉદર ભરી શકતા નથી. દેશકાલ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણે લાભ થાય છે, અને બીજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com