________________
ર૭ ભવ. ] આત્માની સિદ્ધિ.
૨૯૩ રૂપ છે. તે જ પ્રમાણે આ આત્મા કારણે અને સુખખાદિક તેના કાર્યો છે, તેથી આત્માની સિદ્ધિ થાય છે. આ આત્મા દ્રવ્યનયની અપેક્ષાએ વિનાશ અને ઉત્પતિ રહિત છે. આત્મા કદાપિ ઉપ્તન થતું નથી, તેમજ વિનાશ પણ પામતું નથી, પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, અને સત્તાએ કરીને શાશ્વત છે, કેમકે પૂર્વે કરેલાનું તથા કરાવેલાનું તેને સ્મરણ થાય છે. તેથી આત્મા નિત્ય છે અને તેના પર્યાયે અનિત્ય છે. અને સદ્ભાવ એટલે સત્તાને આશ્રિને આત્મા શાશ્વત એટલે નિત્ય છે. આદંત રહિત કેવળ સ્થિરભાવપણુએ કરીને ધ્રુવ છે.
“હે આયુષ્યમન્ કેવળજ્ઞાનથી આત્માને હું પ્રત્યક્ષ જોઇ શકું છું, એટલું જ નહિ પરંતુ તમે પણ “મ” (હું) એ શબ્દ બેલી તમારા દેહમાં આત્મા રહેલે છે એમ બતાવી આપે છે. વળી સ્મરણ, કાંઈ પણ જાણવાની ઈચ્છા, સંશય વિગેરે જ્ઞાનવિશેષ એવા જીવના જ ગુણે છે, તેથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે.
વળી અનુમાન પ્રમાણુથી પણ આત્મા સિદ્ધ થાય છે. દેહાદિક ઇંદ્ધિઓને જે અધિષ્ઠાતા તથા ભકતા છે તે જીવજ છે. જેને
કતા ન હોય તે ભાગ્ય પણ ન હોય. આ શરીરાદિક સેગ્ય છે તે તેને શેકતા પણ કે હવે જોઈએ. વળી હે ગૌતમ! તમને જીવ વિષે સંશય થવાથી તમારા શરીરમાં જીવ છે એમ નિર્ણય થાય છે. કેમકે તમને સંશય થયે તે કોને થયે? જ્યાં
જ્યાં સંશય હોય ત્યાં ત્યાં સંશયવાળે પદાર્થ જ જોઈએ. આત્મા અને દેહ એ બંને પદાર્થો વસ્તુસ્વરૂપે હોય તેજ સંશય થાય છે, પણ બેમાંથી એક પદાર્થ ન હોય તે તે સંશય પણ થાય નહિ, તેથી અનુમાનપ્રમાણુથી પણ આત્મા સિદ્ધ થાય છે. વળી તમારા દેહમાં આત્મા છે તેજ બીજાના દેહમાં પણ છે. હર્ષ, શેક, સંતાપ, સુખ, દુઃખ વિગેરે વિજ્ઞાનને ઉપગ સર્વ દેહમાં જણાય છે. તે કુંથુ જેવડે થઈને મોટા હાથી જેવડાં પણ થાય છે. દેવ થઈને તિર્યંચ પણ થાય છે. તેથી તેની શકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com