________________
૨૭ ભવ. દ્વિતિના સંશયને ખુલાસે.
સા અગીયારે પંડિતેના મનમાં વિવિધ પ્રકારની શંકાઓ હતી. તે શંકાનું સમાધાન બીજાને પુછવાથી પિતાની લઘુતા થાય, એમ સમજી તેઓ પરસ્પરસ જ્ઞાનચર્ચા કરી ખુલાસા કરતા,પરંતુ ખુલાસા કરી શકતા ન હતા, અને પોતાની માન્યતાને જ સત્ય માનતા હતા. કેવળજ્ઞાનના બળથી પ્રભુ તેમના મને ગત સંશયોને જાણતા હતા ઇંદ્રભૂતિ પિતાના મનમાં વિચાર કરતા હતા. તે જોઈ પ્રભુએ
કહ્યું કે, “હે ઈદ્રિતિ ! તમારા મનમાં ઈદ્રભૂતિના સંશ- જીવને સંશય છે, જીવ છે કે નહી? પણ યનો ખુલાસો. હે ગૌતમ! જીવ છે, તે રૂપી નથી. પરંતુ
તે ચિત, ચૈતન્ય, વિજ્ઞાન, અને સંજ્ઞા વિગેરે લક્ષણેથી જાણી શકાય છે. તમે વેદના પદને અર્થ યથાર્થ જાણી શકતા નથી. વેદના પદ નીચે પ્રમાણે છે.” - "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विश्यति न प्रेत्यसंज्ञास्तीति "
“વેદની એ શ્રુતિને અર્થ તમે એમ કરે છે કે “ગમના ગમનની ચેષ્ટાવાળે આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને આકાશથી મઘાંગમાં મદશકિતની પેઠે ઉત્પન થઈને, તેઓમાંજ પાણીના પરપોટાની પેઠે પાછો લય પામી જાય છે, માટે એવી રીતે પંચભૂતથી જુદે આત્મા નહીં હોવાથી, તેને પુનર્જન્મ નથી.” પણ હે ઈદ્રભૂતિ ! એ અર્થ યુકત નથી. તેને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે.
જિલ્લાન” એટલે જ્ઞાન, દર્શનના ઉપયેગાત્મક વિજ્ઞાન : વળી આત્માપણુ fજ હોવાથી તે પણ રિજિન” કહેવાય આત્માના પ્રત્યેક પ્રદેશમાં જ્ઞાનના અનંત પર્યાય છે. એ વિજ્ઞાનઘન અને ઉપગાત્મક આત્મા, કથંચિત્ ભૂત થક, અથવા તે ભૂતના વિકાર રૂપ એવા ઇટાદિકથી ઉપ્તન્ન થાય છે. અર્થાત્ ઘટાદિકના જ્ઞાનથી પરિત એ જે જીવને ઉપયાગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com