________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૮ સર્વજ્ઞ” એ શબ્દ સાંભળતાંજ ઈદ્રભૂતિને, જાણે કોઈએ આક્રેશ કર્યો હોય ને આઘાત થાય, તેમ આઘાત થય. ક્રોધાગ્નિ થી તેમનું સર્વાગ તપી ગયું, આંખ લાલચોળ થઈ ગઈ, મુખ વિકરાળ થઈ ગયું. તેઓ બેલવા લાગ્યા કે “અરે ધિક્કાર! ધિક્કાર! મરૂ દેશના માણસો જેમ આંબાના વૃક્ષને છેને કેરડાના ઝાડ પાસે જાય, તેમ એ દેવતાએ મને છેવને એ કઈ પાખં (ઈદ્ર જાળીઓ) આવેલ છે તેની પાસે જાય છે. શું મહારા વિના બીજે કંઈ સર્વજ્ઞ આ કાળમાં જગતમાં છે? સિંહની આગળ બીજા કોઈ પ્રરાક્રમી હાય જ નહી ! કદિ મનુષ્યો તે મુખ હોવાથી, તેની પાસે જાય તે ભલે જાય,પણ આ દેવતાઓ કેમ જાય છે? ખરેખર તે ઈદ્રજાળીને દંભ કેઈ મહાન લાગે છે. પરંતુ જે એ સર્વસ હશે, તેવાજ આ દેવતાઓ પણ જણાય છે. જે યક્ષ હાય તેજ બલિ અપાય છે. મહારાથી એ સહન થઈ શકશે નહી. એજ દેઅને અહિં મળેલા મનુષ્યના દેખતાં હું તેના સર્વજ્ઞપણાને ગર્વ હરી લઉં.”
આ પ્રમાણે ગર્વથી બોલતા તે ઈંદ્રભૂતિ પિતાના પાંચસે શિષ્યાના પરિવાર સહ, બીરૂદાવલી બોલાવતા, જ્યાં પ્રભુ મહાવીર સમવસરણની અંદર બેસી દેશના આપે છે ત્યાં આવ્યા.
સમવસરણની રચના અને અતિશયોની બાહ્યા સમૃદ્ધિ અને તેજ જોઈ “આ શું?” એમ ઇંદ્રભૂતિને આશ્ચર્ય થયું.
સમોસરણની અંદર પ્રવેશ કરી જ્યાં પ્રભુ બીરાજેલા છે, તેમના સન્મુખ જતાં અમૃત જેવી મધુર વાણવડે પ્રભુએ ઇંદ્રભૂતિને કહ્યું, “હે ગૌતમંગેત્રી ! ઈદ્રભૂતિ! તમને કુશળ છે?”
શું આ મારા નામ અને નેત્રને જાણે છે?” વળી મનમાં આવ્યું કે, “મારા જેવા જગ~સિદ્ધ માણસને કોણ ન જાણે. પણ જે મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે, અને તે તે પિતાની જ્ઞાન સંપત્તિવ છેદી નાખે, તે એ ખરા સર્વજ્ઞ છે એમ હું માનું.” એ પ્રમાણે ઈદ્રભૂતિના મનમાં વિચાર ઉદ્દભવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com