________________
૨૭૯
ભવ ર૭. ] સ્વરાજ્યની પ્રાપ્તિનો માર્ગ. ગુપ્તિ ઈત્યાદિ આત્મલક્ષમીરૂપ ગુણેમાં ઉત્કૃષ્ટ રીતે પ્રભુ વતતા, શુદ્ધ સંયમ તથા તપનું ફલ નિર્વાણ છે, એમ જાણી ઉત્તમ રીતે શુદ્ધ ચારિત્ર ધર્મનું પાલન કરી આત્મસત્તા પ્રકટ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના કરતા.
પ્રભુએ સાડાબાર વર્ષ સુધી ફકત એકજ કાર્યની અંદર પિતાનું અલવીય ફેરવ્યું છે. “અનાદિકાલથી જે કર્મરૂપ શત્રુઓ આત્મપ્રદેશની અંદર પોતાની સત્તા જમાવી બેઠા હતા, અને પોતાનું સ્થાન છોડતા ન હતા, તે કમશગુને આત્મ પ્રદેશમાંથી સર્વથા છુટા પાડી આત્માના અસંખ્ય પ્રદેશને નિર્મળ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્ત કરવું ” આ એક કાર્ય કરવામાં દુઃખની કે પોતાના શરીરની પણ પ્રભુએ દરકાર કરી નથી. પ્રભુની આજ શુદ્ધ અધ્યાત્મ પ્રવૃત્તિ હતી. કર્મોના ઉપર જય મેળવવાની, અને તેની પણ સત્તાને તે નાખવાની આચરણ એ ત્યાગ ધર્મનું અનુકરણીય ઉત્તમ દ્રષ્ટાંત છે. ગૃહસ્થાવાસમાં રહી અને જીવન મુકત દશાને અનુભવ કરીએ છીએ, એવી મિથ્યા, દાંભિક, હસવાની સાથે લેટ ફાકવા જેવી આચરણા પ્રભુએ માન્ય રાખી નથી. શુદ્ધ મુક્ત દશા પ્રાપ્ત કરવાને એ માર્ગજ નથી. અનંતા તીર્થકોએ એ માર્ગ પસંદ કર્યો નથી. મેક્ષાભીલાષી મહાત્માઓ અને સંસાર સમુદ્રને તરી જવાની ઇચ્છાવાલાઓને તે શુદ્ધ સંયમ ( ત્યાગ ધર્મ) અને ઉત્કૃષ્ટ તપજ આદરણીય છે. અને તેજ માગ પસંદ કરવા લાયક છે. ભગવંત શાંતીનાથ, કુંથુનાથ, તથા અરનાથ જેમને સંસારી રાજ્ય દ્વિમાં છ ખંડ ચક્રવર્તીની રાજ્ય લક્ષમીની પ્રાપ્તિ થયેલી હતી, તેમણે પણ અંતે તેને ત્યાગ કરી, સવ સંયમ રૂ૫ ચારિત્ર ધર્મ અંગીકાર કરી, તેનું શુદ્ધ રીતે આરાધના કરી, કેવળ જ્ઞાનાદિ આત્મિક લક્ષમી પ્રાપ્ત કરી હતી. આ ઉપરથી એજ નિકર્ષ નિકળે છે કે, “સંસારની અંદર રહીને આત્મ હિતની ઉત્કૃષ્ટ સાધના થઈ શકે છે અને પરમાત્મ પદ મેળવી શકાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com