________________
૨૭૮
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ પાલન કરતા અપ્રતિબદ્ધ વિહાર કરતા હતા.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર પ્રકાર પ્રતિબંધ છે. (૧) સચિત, અચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના દ્રવ્યથી પ્રતિબંધ છે. ૧ માતા પિતા, પુત્રાદિ સંબંધિઓને પ્રતિબંધ એ સચિત પ્રતિબંધ છે. ૨ દાગીના, ઝવેરાત આદિને પ્રતિબંધ એ અચિત પ્રતિબંધ છે. ૩ શણગાર કરેલી સ્ત્રીને પ્રતિબંધ એ મિશ્ર પ્રતિબંધ છે. એ રીતે ત્રણ પ્રકારના દ્રવ્ય પ્રતિબંધથી પ્રભુ રહિત હતા. (૨) ક્ષેત્રથી, ગામ, નગર, ઉઝડ, બેત્ર, ઘર, હવેલી, આકાશાદિ, એ કઈ પણ ઉપર પ્રભુને રાગ નહોતે, કે મહારાપણું નહતું. તેથી ક્ષેત્રથી પણ પ્રતિબંધ પ્રભુને નહતે. (૩) કાલથીસમયાદિકાલ કોઈ પણ કાલને વિષે આ અમુક કામ હું કરીશ એ પ્રભુને કાલથી પણ પ્રતિબંધ ન હતે. (૪) ભાવથી-ફોધ માન, માયા, લેભ, ભય, હાસ્ય, રાગ, દ્વેષ, વચન યુદ્ધ, કેઈને ખાટું કલંક આપવું, ચુગલી કરવી, પરના દેષ પ્રગટ કરી કહેવા, અરતિ, રતિ, કપટથી બોલવું, મિથ્યાત્વ શલ્ય ઈયાદિ કોઈ પણ દેષ સેવે તે તે ભાવથી પ્રતિબંધ કહેવાય છે, ભાવથી પણુ પ્રભુ પ્રતિબંધ મુકત હતા. એ પ્રમાણે ચાર પ્રકારના પ્રતિબંધમાંથી કેઈ પણ જાતને પ્રભુને પ્રતિબંધ ન હતે.
ભગવંત વર્ષાઋતુના ચાર માસ શીવાય બાકીના આઠ માસમાં ગામને વિષે એક રાત્રી અને નગરને વિષે પાંચ રાત્રિ એ પ્રમાણે વિહાર કરતા હતા. ઉપસર્ગ કરનાર અને ભકિત કરનાર ઉપર સમાન ભાવ રાખતા. તૃણ અને મણિમાણિકાદિ, સોનું અને પથ્થર, સુખ અને દુઃખને વિષે પ્રભુની સમાન વૃત્તિ હતી. આ સંબંધી કે પરલોક સંબંધી સુખની પ્રભુને ગરજ ન હતી. જીવવાની કે મરવાની પણું પ્રભુને ઈચ્છા નહતી. ફકત સંસારમાં રઝલાવનાર કર્મરૂપ શત્રુઓને મહાત કરવાને જ સદા ઉજમાલ રહેતા હતા. જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિજ સવભાવમાંજ પ્રભુ રમણતા કરતા અને શાંત રહેતા. ક્ષમા, આર્જવ, માર્દવ, નિલભતા, તથા મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com