________________
ર૭ ભવ. ] નંદાને શેક.
૨૫ કાળથી બે પહોર પછી સઘળા ભિક્ષાચરે નિવૃત્ત થએલા હેય; ભાવથી રાજાની પુત્રી કે જે દાસપણાને પ્રાપ્ત થએલી હેય; તથા જેનું મસ્તક મુંડિત થએલું હોય, પગમાં બે હય, તથા રૂદન કરતી હોય, તથા અઠમનું પારણું જેણીને હોય, એવી કઈ બાળક જે ભિક્ષા આપશે, તે હું ગ્રહણ કરીશ” આ અભિગ્રહ મનમાં ધારણ કર્યો.
તે પછી પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ગોચરી માટે ફરવા લાગ્યા. પરંતુ ઉપર પ્રમાણે અભિગ્રહ હોવાને લીધે કેઈ ભિક્ષા આપે તે પ્રભુ લેતા નહી.
નગરજને પ્રતિદિન શોચ કરતા, અને પ્રભુ ભિક્ષા લીધા શીવાય પરત જતા તેથી પોતાની નિંદા કરતા. એક વખત ભિક્ષા માટે ફરતા ફરતા પ્રભુ સુરાસમંત્રીને ઘેર ગયા. મંત્રીપતિન નદાએ પ્રભુને વેગળેથી આવતા જોઈ ઓળખ્યા. પ્રભુ પિતાને ઘેર ભિક્ષા માટે પધાર્યા, તેથી પિતાને મહાન ભાગ્યશાળી માનવા લાગી અને સામી આવી પ્રભુને વંદન કર્યું. તે બુદ્ધિમાન વિવેકી, શ્રાવિકાએ મુનિને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યો. પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કાંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. તેથી નંદા ઘણે શેક કરવા લાગી. તેને ખેદ કરતી જઈ તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્ર! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગરજ ચાલ્યા જાય છે. કાંઈ આજજ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, પ્રભુએ કઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કરેલ જણાય છે, કે જેથી પ્રાસુક અને પણ લેતા નથી. હવે પ્રભુને અભિગ્રહ કેઈપણ રીતે જાણી લે જોઈએ, એમ વિચારી તે હકીકત પોતાના પતિને જણાવી; અને કહ્યું કે “હે મહામંત્રી ! તમે પ્રભુના અભિગ્રહ શું છે? તે ગમે તે રીતે જાણી લ્યો.”
મંત્રીએ કહ્યું, “હે પ્રિયા ! તે પ્રભુને અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રયત્ન કરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com