________________
૨૭ જવ. ચમરેંદ્રનું શકેંદ્ર મંડળમાં દાખલ થવું. ૨૪ માન્યામાં તે વાત આવી નહી. તે સૌધર્મેદ્રને નાશ કરવાને માટે નિકળે. તેને કંઈ વિવેક આવ્યા. તે વિચાર કરવા લાગે કે –“ મારા સામાનિક દેવતાઓ તે શકેદ્રને જે શક્તિવાન ગણે છે તે કદી તે હેય તે હેય, કેમકે આ દેવતાઓ લેશ માત્ર પણ મહારું અહિત ઈચ્છતા નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દેવગે કદી મહારે પરાજય થાય તે પછી આનાથી અધિક પરાક્રમવાળા કેને શરણે મહારે જવું?” આ પ્રમાણે વિચારીને તેણે અવધિજ્ઞાનથી જોયું, તે સુસુમારપુરમાં શ્રી વીર પ્રભુને પ્રતિમા ધરીને રહેલા જોયા; એટલે તે વીર પ્રભુનું શરણ લેવાને નિશ્ચય કરી ઉભે થઈને કટીબદ્ધ થઈ હાથમાં મુગર લેઈ પિતાના સ્થાનથી નિકળી ક્ષણવારમાં શ્રી વીર પ્રભુ પાસે આવ્યા. પરિયુધને દૂર મુકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને પ્રભુને વિનતિ કરી કે –“હે ભગવન્! હું આપના પ્રભાવથી અતિ દુર્જય શકઈંદ્રને જીતી લઈશ. તે ઈંદ્ર મારા મસ્તક પર રહેલ હવાથી મહારા ચિત્તમાં બહુ બાધા કરે છે.”
આ પ્રમાણે પ્રભુનું શરણું લઈ તે વૈકીય લબ્ધિના લીધે ભયંકર સ્વરૂપ ધારણ કરી, અતિ ગર્વાધ થઈ સૌધર્મપતિ તરફ ઉત્પાત કરતે ગયે. ઉગ્ર ગજેનાથી આખા બ્રહ્માંડને ગજાવતા, બીજે યમરાજ હોય તેમ વ્યંતરોને બીવરાવતે, અને સિંહ જેમ હરણોને ત્રાસ પમાડે તેમ તિષ્ક દેને ત્રાસ પમાડતે, તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી, શકેદ્રના મંડળમાં દાખલ થયે.
ભયંકર સ્વરૂપથી અકસ્માત અને વેગથી આવતા તેને જોતાંજ દેવલેકના સામાન્ય અને આભિગિક દેવે ત્રાસ પામી ગયા, અને અલપસત્વવાળા પ્રાણીઓની માફક નાશી જવા અને સંતાવા લાગ્યા,
ચમરેદ્ર પિતાને એક પગ પર્વવેદીકાની ઉપર, અને બીજે પગ સુધસભામાં મુકા. પછી પરિધ આયુધવડે ઇંદ્ર તેલ ઉપર
32
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com