________________
૨૭ ભવ. ] જીર્ણોઠનું ધ્યાન.
२४७ આકાશમાં દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો. તીર્થકરના દાનના મહિમાન માટે પંચ દિવ્ય પ્રગટ કર્યો. “અહાદાન, અહેદાન” એ ધવની કર્યો. વસુધારાની વૃષ્ટિ અને દેવને દેવની સાંભળી નગરજને ત્યાં ભેગા થયા. અને આ શું છે? એમ તે નવીન શેઠને પુછવા લાગ્યા એટલે તેણે કહ્યું કે મેં પોતે પ્રભુને પાયમાનવડે પારણું કરાવ્યું, તેને મહિમા તે જુએ તે નગરના રાજાએ આ નવીન શેઠના ત્યાંના પારણાની વાત જાણી. રાજા અને લોકે તે નવીન શેઠની સ્તુતિ કરવા લાગ્યા.
આ તરફ જીણું શ્રેષ્ઠી શુભ ધ્યાનમાંને ધ્યાનમાં પિતાના ઘર આગળ ઉભા રહી પ્રભુને પધારવાની રાહ જોતા હતા. એટલામાં “અહેદાન ! અહેદાન !” એ દેવતાને ધ્યની સાંભળે, અને લોકથી નવીન શેઠને ઘેર પ્રભુનું પારણું થયાની હકીકત જાણું. તેમનું શુભધ્યાન ભંગ થયું અને ખિન ચિત્તથી ચિંતવવા લાગે કે, “અહે ! મારા જેવા મંદ ભાગ્યવાળાને ધિક્કાર છે. મારે મને રથ પુરો થયે નહી. મારે ઘેર પ્રભુનું પારણું થયું નહી, અને નવીન શેઠને ઘેર પારણું થયું. ખરેખર એ નવીન શેઠની પુણ્યાઈ ચઢતી છે, અને મારી ઉતરતી છે. જે તેમ ન હોત તે પ્રભુ હારે ઘેર પારણું કરવાને પધારત”
પારણું કર્યા પછી પ્રભુ તે અન્યત્રવિહાર કરી ગયા. તે સમયમાં તેજ ગામના ઉધાનમાં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક કેવળી શિષ્ય પધાર્યા. રાજા અને નગરજનેને ખબર થઈ. તેઓ કેવળી ભગવંતને વંદન કરવા આવ્યા; વંદન કર્યું. કેવળી ભગવંતે દેશના આપી. દેશનાના અંતે રાજાએ કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! આ મહારી નગરીમાં મોટા પુણ્યના સમુહને ઉત્પન્ન કરનારા કેણ છે ?”
જીર્ણશ્રેષ્ટી સર્વથી અધિક પુણ્યવાન છે,”કેવલી ભગવંતે ઉત્તરમાં જણાવ્યું. રાજાએ બે હાથ જેલ ખુલાશે પુછે કે, શા કારણથી?” તેણે કંઈ પ્રભુને પારણું કરાવ્યું નથી. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com