________________
૨૭ ભવ. ] સંગમ દેવના ઉપસર્ગ.
૨૩૩ જળથી પ્રભુના શરીરને સિંચન કરવા લાગી. આખરે તે હાથિણ થાકીને બળરહિત થઈ ગઈ પણ પ્રભુને ડગાવી શકી નહી.
૧૧ અગીઆરમા ઉપદ્રવમાં તે સંગમે મગરની જેવા ઉગ્ર દાઢવાલા એક પિશાચનું રૂપ વિકવ્યું. જવાલાએથી આકુલ એવું તેનું ફાડેલું મુખ, પ્રજવલિત અગ્નિકુંડની જેમ ભયંકર લાગતું હતું. તેની ભુજાએ યમરાજના ગૃહના ઊંચા કરેલા તેરણના સ્તંભ જેવી હતી, અને તેની જંઘા અને ઉરૂ ઉંચા તાડ વૃક્ષ જેવા હતા. ચર્માના વસ્ત્ર ધરતે, અટ્ટહાસ કરતે અને કિલકિલ શદ કરી પુતત્કાર કરતે, તે પિશાચ હાથમાં કાતી લેઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દેડી આવ્યું. તે પણ ઉપદ્રવ કરીને ક્ષીણ તેલવાલા દીપકની જેમ બુઝાઈ ગયે, અને પ્રભુ નિશ્ચળ રહ્યા.
૧૨ તે પછી તે નિર્દય દેવે તુર્તજ કેધથી વાઘનું રૂપ વિકુછ્યું. પુછની છટાના આચ્છોટથી પૃથ્વીને ફાડતો હોય અને બુકાર શબ્દના પડદાથી ભૂમિ તથા અંતરીક્ષને રેવરાવતે હોય, તે તે વાઘ વજૂ જેવી દાઢથી અને ત્રિશલ જેવા નખાથી ત્રિભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યા. તે પણ દાવા નળમાં દગ્ધ થએલા વૃક્ષની જેમ નિસ્તેજ થયે.
૧૩ તે દેવે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનું રૂપ ધારણ કર્યું. તે બન્ને વિલાપ કરી પ્રભુને કહેવા લાગ્યા કે, હે ભાઈ! આ અતિ દુષ્કર કાર્ય તે શા માટે આરંભ્ય છે? તમારા વિના અમે દુઃખી થઈએ છીએ. તારા ભાઈ નંદિવર્ધ્વન અમારી વૃદ્ધાવસ્થામાં અમારી બરોબર સાર સંભાળ રાખતા નથી અને અમને છે અને તે ચાલ્યો ગયો છે, માટે આ દીક્ષા તું છોડી દે. અમારી અવગણના તું ન કર, આજ્ઞા માને અને અમારી વૃદ્ધાવસ્થામાં અમને સુખ થાય તેમ વર્તે. એવી રીતે હૃદયને પિગળાવી નાખે એ કરૂણાજનક વિલાપ સાંભળીને પણ પ્રભુ જરા માત્ર ધ્યાનથી ડગ્યા નહીં.
૧૪ ચૌદમા ઉપદ્રવમાં તે દેવે માણસેથી વસેલી એક - 80
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com