________________
२०४
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૬ ત્યારે જ આપણે લોકેત્તર સ્વરાજ્ય જરૂર પ્રાપ્ત કરી શકીશું લોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને જ આપણે અંતીમ ઉદેશ હોવો જોઇએ.
બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, જ્યારે અશુભ કર્મને ઉદય હોય છે, ત્યારે બીજાઓએ સારી ભાવનાથી કરેલી ભક્તિ પણ ઉલટી નુકશાન કર્તા નીવડે છે. દીક્ષા મહોત્સવ વખતે દેએ સુગંધિ દ્રવ્યને ભક્તિ રાગથી કરેલે લેપ પ્રભુને ઉલટ ઉપસર્ગ કરનાર દુઃખરૂપ નીવડે. તે સુગંધીના લીધે ભમરાએ વિગેરે તરફથી પ્રભુને પીડા સહન કરવાને પ્રસંગ આવ્યે. એથી આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને, સકામ નિર્જરાથી નાસ કરવાની આવશ્યકતા જણાઈ આવે છે. આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને સકામ નિર્જરા વડે જે નિર્જ રાવી નાખવામાં નહી આવે તે પ્રસંગ આવે તે ઉદયમાં આવી પિતાના કટુક વિપાક ચખાડયા સીવાય રહેનાર નથી. આત્મહિત વાંચ્છકે અશુભ કર્મ ન બંધાય તે માટે, અને સત્તામાં રહેલા અશુભ કર્મ સકામ નિ.
ના અવલમ્બન વડે ખપાવી નાખવાના માટે હમેશાં ઉપયોગની જાગૃતિ રાખવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com