________________
૨૭ જાવ. | ઉત્તમ પ્રકારના સંસ્કારની જરૂર ૧૮૫ આવે છે, તે સંસ્કારે અગામી ભવમાં પણ ઉદય પામે છે. તેથી ભાવિ ઉન્નતિના ઈચ્છકે પોતાના જીવનને શુદ્ધ ઉત્તમ પ્રકારના સંસ્કારથી વાસીત કરવાને પતાથી બને તેટલું પ્રયત્ન કરવો જોઈએ. આજુબાજુના વિપરીત સંજોગોમાં પણુપતાનું ચારિત્ર નિષ્કલંક રહે તેના માટે કાળજી રાખવી જોઈએ જગતની અંદર આત્મિક વિશુદ્ધિ-નિર્મ. ળતા–જેવી ઉતમ ચીજ બીજી કોઈ પણ નથી. જે કંઈ તાત્વિક સુખ છે તે તેમાં જ છે. તે સુખની આગળ જગતના પુગલીક–બાહ્ય સુખની કઈજ કિંમત નથી. આ સુખની પ્રાપ્તિનું જે કંઈ પણ શુદ્ધ નિમિત્ત કારણ હોય છે તે સવ વિરતી શારિત્ર ધર્મરાધનજ છે, અનંતા તીર્થ કરે એ એ માગને સ્વીકાર કરેલો છે, ને પ્રભુ મહાવીરે પણ તેનેજ આદર કરેલ છે. આ ઉપરથી ગૃહસ્થ ધર્મની અંદર રહી મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે, અને ચાસ્ત્રિ ધર્મ અંગીકારની, જરૂર નથી, એવી જેમની માન્યતા છે, તે માન્યતા વાસ્તવિક નથી,' એમ પ્રભુના આ વ્રત અંગીકારના પ્રસંગથી ખાત્રી થાય છે. પ્રભુ જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં હતા, ત્યાં સુધી લેકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણું અને જોઈ શકતા હતા કેટલાક ભવ્ય, નિકટભવી અને હલુકમ જને સંસારનું અનિત્યાદિ સવરૂપ સમજાયાથી, તેમજ પિતાના પૂર્વભવને વૃતાંત જાણવાથી વૈરાગ્ય ભાવ તે, અને તેઓ સર્વ વિરતી ચારિત્ર અંગીકાર કરી તેનું શુદ્ધ પાલન કરી કર્મ ક્ષય કરી સિદ્ધિપદને પામેલા છે. કેટલાક અલ્પ સંસાર કરી દેવ અને મનુષ્યગતિમાં ગએલા છે. જેઓ સર્વ વિરતી ચારીત્ર અંગીકાર કરી પાળી શકવા પિતાને અશકત માનતા તેઓ શ્રાવકના વ્રતે સમ્યકત્વમૂલ બાર વ્રત અંગીકાર કરી મોક્ષમાર્ગની સાધનામાં ત૫ર થયા હતા,
દીક્ષા અંગીકાર કરવાથી પ્રભુને મન:પર્યાવજ્ઞાન થયું, તેથી હવે અઢી દ્વિપમાં રહેલા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય પદ્રિના મનેભાવ જાણવાને શકિતમાન થયા.
24
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com