________________
૨૭ ભાવ ] પંચ મહાવ્રત સ્વરૂ૫.
૧૮૩ તેઓને ઘણું કષ્ટ થયું. તેમની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યાં. “હે વીર હવે અમો તમારા વિના શૂન્ય વન સરખા મહેલમાં શી રીતે રહી શકીશું?” નંદીવર્ધાન રાજા કહે છે કે, “હે બંધુ! તમારા વિના હવે હું કોની સાથે વાતચીત કરી સુખ મેળવિશ. તથા તમારા વિના હવે હું કેની સાથે ભોજન કરીશ ? હે વિર ! તમે તે રાગદ્વેષ રહિત થઈ અનગાર થઈ વિહાર કરી ગયા, ને અમોને કદી તમે યાદ પણ કરશે નહીં. પણ અમને તે તમે ઘડી પણ વીસરવાના નથી. ” ઈત્યાદિ શબ્દોચ્ચાર કરતાં શેક હૃદયથી નગર તરફ પાછા વળ્યા.
અહિં પ્રકરણના અંતે પ્રભુએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા, તેનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. જગતની અંદર ઉત્તમ પ્રકારના ચારિત્રના અંગે વિવિધ પ્રકારના ગુણે પ્રાપ્ત કરવાના હોય છે, અને તે માટે કેટલાક વ્રત નિયમ પણ લેવાના કે અંગીકાર કરવાના હોય છે. તે સર્વેમાં સર્વોત્કૃષ્ટ વ્રત નિચે જણાવેલા પાંચ છે. એની અંદર પ્રાયઃ બધા ગુણેને સમાવેશ થઈ જાય છે. તે પાંચ મહાવતે નીચે પ્રમાણે છે.
૧ પ્રાણાતિપાત વિરમણ વ્રત –યાવત્ જીવ સર્વ સ્થાવર અને ત્રસ કોઈ પણ જીવને મનથી, વચનથી કે કાયાથી હણ નહિબીજાની પાસે હણાવ નહી કે હણેલાની અનુમોદના કરવી નહી. મતલબ કોઈ પણ જીવની કઈ પણ રીતે હિંસા કરવી નહિ, એટલું જ નહિ પણ હિંસાના વિચાર પણ મનમાં લાવવા નહિ, કે વચનથી ઉચાર પણ કરે નહિ. આ વ્રતની વ્યાખ્યા એટલી બધી વિશાળ કરવામાં આવેલી છે કે, પિતાને પ્રાણાંત કષ્ટ આપનાર કે ઉપસર્ગ કરનારના ઉપર પણ લગીર માત્ર ઠેષ કર નહિ કે તેનું અહિત ચિંતવવું નહિ તેનું હિત ચિંતવવું કે તેની દયા ચિંતવવી.
૨ મૃષાવાદ વિરમણ વ્રત–પાવત્ છવ મનથી, વચનથી, કે કાયાથી મૃષા ચિંતવવું નહિ, કે બેલવું નહિ, બીજા પાસે બેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com