________________
૨૭ બવ. ] ભેગાવલી કર્મને ઉદય.
૧૬૫ પંચેન્દ્રિયના વિષયના ભેગોપાગમાં તેઓ વિરક્ત મનવાળા હોય છે, છતાં ભેગકર્મ ઉદય આવ્યું છે તે જોગવ્યા શીવાય ક્ષય થવાનું નથી, એમ વિચારી લેલુપતા અને તીવ્ર જીજ્ઞાસા શીવાય તેમાં ઉદાસીન ભાવથી પ્રવૃત્તિ કરે છે. તેઓ ગર્ભમાંથીજ ત્રણ જ્ઞાન સહિત હોવાથી પિતાના પૂર્વભવમાં દેવગતિમાં દીવ્યોગ ભોગવેલા તેઓ જાણી શકે છે, દેવકના પુદ્ગલીક વૈભવના મુકાબલે મનુષ્ય લેકના વૈભવે કંઈજ હિસાબમાં નથી. મનુષ્યલેકમાં સર્વોત્કૃષ્ટ વૈભવ અને ભેગ સામગ્રી ચક્રવર્તીને ત્યાં હેય છે, તેના કરતાં અસંખ્ય ઘણું રિદ્ધિ દેવકના સામાન્ય દેવને હોય છે, તે પછી મહદ્ધિક દેવની અદ્ધિનું તે પુછવું જ શું? એવા મહદ્ધિક દેવામાં ઉત્પન્ન થઈ ત્યાં અનંત ઉત્કૃષ્ટ પુગલીક સુખ ભેગવી, આ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થનાર તીર્થકરના જીવ, જેએ જ્ઞાનબલે તે સર્વ ભાવ જાણી અને જઈ શકે છે, તેમને આ લેકના વિષયે તુચ્છ લાગે એમાં નવાઈ નથી. તે કારણથી તે ભેગ ભેગવવામાં તેઓ લેસ ભાવને ધારણ કરે નહી એ સહજ છે. બીજું પણ કારણ એ છે કે તીર્થકરના જીવ સંપૂર્ણ મતિ અને શ્રુતજ્ઞાનવાલા હાય છે. તેમના ગે વસ્તુ અને પદાર્થના સ્વભાવ યાને ધર્મ જાણે છે. પંચેંદ્રિયના વિષયે એ પુદ્ગલને પોષનારા છે, તેમાં કંઈ આત્મધર્મ રહેલું નથી. આસકિતથી લેગ ભેગવવાથી નવીન કર્મ બંધ પડે છે અને ભેગકર્મ ફળ જાણી આસકિત રહિત તેને ઉપભેગ કરવાથી નવીન બંધ પડતા નથી. વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરમાંથી ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લીનાથ, અને બાવીશમા શ્રી નેમિનાથ પ્રભુને ભેગાવલી કમ બાકી નહી હોવાથી તેઓએ કુમારાવસ્થામાંજ દિક્ષા લીધેલી હતી, અને લગ્ન કરેલ નહતાં. બાકીના બાવીસ તીર્થકરેએ ભેગાવલીકર્મ સત્તામાં હેવાથી લગ્ન કરેલ છે. સેલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ, સત્તરમા શ્રી કુંથુનાથ, અને અઢારમાં શ્રી અરનાથ આ ત્રણ તીર્થકર તે ચક્રવર્તી પણ હતા. તેથી ચક્રવર્તીને લાયકની તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com