SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ સંપદા પામનાર, સતી મયણાસુંદરી અને શ્રીપાલચરિત્રનું પઠન પાઠન થાય છે. એ દિવસે જેમ બને તેમ વિશેષ પ્રકારે નિર્દોષ રીતે વ્યતિત થઈ ધર્મરાધનમાં વધુ સહાયકારક બને, તેના માટે ધમંજીજ્ઞાસુએ પિતાથી થાય તેવી પ્રવૃત્તિ કરે છે. ચત્ર માસમાં અજવાળીયા પખવાડિયામાં શ્રી નવપદ આરાધનના નિમિત્ત કારણરૂપ આયંબીલતપની ઓળીના દિવસો આવે છે. શ્રી જિનેશ્વરના પવિત્ર ધર્માનુરક્ત મહાનુભાવે, શ્રી નવપદ આરાધનમાં લીન થઈ, આત્માનંદમાં દિવસે વ્યતિત કરે છે. નવપદની ઓળીનું આરાધન કરનાર બે વખત આવશ્યક ક્રિયા કરી દેવવંદન કરે છે. શ્રી નવપદનું અને શ્રી જિનેશ્વર પ્રભુનું ઉત્તમ સામગ્રિથી પૂજન અર્ચન કરે છે. શ્રી જિનેશ્વરના મંદિરમાં વિવિધ પ્રકારથી આંગીઓ રચાવવામાં આવે છે. તે નિમિત્તે કર્મ નિર્જરાના નિમિત્ત કારણરૂપ આચાર્મ્સ તપ કરવામાં આવે છે. તે પખવાડિયાની (ચૈત્ર સુદ ત્રદશી) તેરસના દીવસની મધ્ય રાત્રિ થએલી છે. ચંદ્રની નિર્મલતા ઉજજવળતા અને સૌમ્ય કીર થી જગતની અંદર શાન્તિ પ્રસરી રહેલી છે. તે સમયે કાક, ઘુવડ, અને દુર્ગાદિક પક્ષિઓ પણ જયકારી શબ્દ કરી સુલટી પ્રદક્ષિણા દેઈ રહ્યા છે. પવન પણ પ્રદક્ષિણાએ પ્રવર્તતે સુગંધ અને શીતળતાથી જગતના જીને સુખ આપી રહ્યા છે. વસંત ઋતુના યેાગે તમામ જાતની વનસ્પતિ પ્રલિત થઇ, દશે દિશાઓ સુગંધમય થઈ રહેલી છે. તે રાત્રે હસ્તિતા નક્ષત્રને વેગ આવ્યું છે તે વખતે શુભ લગ્ન અને ગ્રહો ઉંચ સ્થાનકે આવેલા છે. એવી રાત્રિના સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં, સમાધિ અને પીડારહિત, નિરાબાધ પણે, ત્રિશલા રાણ ત્રણ જ્ઞાને કરીને સહિત સિંહ લાંછનવાળા અને સુવર્ણ મંતિવાળા પુત્રરત્નને જન્મ આપે છે. તીર્થકરેની પુણ્યાઈના યોગે સામાન્ય મનુની પેઠે તીર્થંકર ગર્ભમાં છતાં માતાનું ઉદર વૃદ્ધિ પામતું નથી, તેમજ ગર્ભકાલમાં અને પ્રસવકાલ વખતે તીર્થકરના જીવને કે તેમની માતાને કઈપણ જાતની પીડા કે અશાતિ થતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy