________________
૧૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨ પ્રથમથી જ તેના સર્વ આવરણે જવાથી પુરેપુરૂ ઉપજે છે તેથી કેવલ એટલે સંપૂર્ણ અથવા તેના સમાન બીજું નહિ હોવાથી કેવલ એટલે અસાધારણ અથવા ય અનંતા છે તેથી, તથા અનંતા કાલ રહેનારૂ છે માટે કેવલ એટલે અનંત; અથવા કાલેકને વિષે વ્યાપ્ત થવામાં તેને વ્યાઘાતને અભાવ છે તેથી કેવલ એટલે નિર્ચાઘાત; અથવા મત્યાદિચાર જ્ઞાન રહિત છે એટલે તેમાં એ અંતમૂર્ત થએલા છે તેથી કેવલ એટલે ફકત એક; આ પ્રમાણે જુદી જુદી અપેક્ષાથી કેવલજ્ઞાનને એક ભેદ છે • જેમ સૂર્યાસ્ત થતાં ચંદ્ર, તારા, દીપાદિક પ્રકાશ કરે છે તેમ કેવલજ્ઞાનાવરણે મત્યાદિકના આવરણના ક્ષયે શમે છવાછવા દિકને કાંઇક પ્રકાશ થાય છે, અને સૂર્ય ઉગે જેમ ચંદ્રાદિકને પ્રકાશ અંતમૂર્ત થાય છે, તેમ કેવલજ્ઞાનાવરણને નાશ થવાથી મત્યાદિક ચાર જ્ઞાનને પ્રકાશ તેમાં અંતબૂત થાય છે.
કેવલજ્ઞાની દ્રવ્યથકી રૂપી અરૂપી સર્વ દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્ર થકી કેવલજ્ઞાની લેક અલેક સર્વ ક્ષેત્ર જાણે દેખે, કાળથકી કેવલ જ્ઞાની સર્વ અતીત (ભૂતકાળ) અનાગત (ભવિષ્યકાળ) વર્તમાન કાળ સમકાલે જાણે દેખે, અને ભાવથકી કેવલજ્ઞાની સર્વ જીવ અફવના સર્વભાવ ગુણપર્યાય જાણે દેખે છે.
-
)
અહીં જ્ઞાનના સબંધે અતિ સંક્ષિપ્ત માહિતી આ ચારના અંગે આપવામાં આવી છે. તેનું વિશેષ સ્વરૂપ ગીતાર્થ ગુરૂ મહારાજ પાસે આગમના અભ્યાસથી જાણવાને ભલામણ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com