________________
૧૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૧
માતા પિતા હૈયાત હેય ત્યાં સુધી મહારે દીક્ષા લેવી નહિ, અણુ ગારપણું ધારણ કરવુ' નહી. એવી રીતના સકલ્પ તેઓશ્રીએ કર્યો.
કલ્પસૂત્રની ટીકા કરનાર મહાપુરૂષ આ સંકલ્પના સબંધે વિવેચન કરતાં જણાવે છે કે ખીજાઓને પણ માતાને માટે બહુ માન ધરાવવાના રસ્તે અતલાવવાને આ પ્રમાણે તેમણે કર્યું. કેમકે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, પશુએ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી સ્નેહ રાખે છે, અધમ માણસા જ્યાં સુધી સ્ત્રીના સહવાસમાં નથી આવ્યા ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે, મધ્યમ માણસે માતા ઘરનું કામકાજ કરે છે ત્યાં સુધી તેમના પર સ્નેહ રાખે છે, ત્યારે ઉત્તમ માણસે તે જ્યાં સુધી માતા જીવે ત્યાં સુધી માતા પિતાને લૌકિકતી સમાન ગણી તેમના પર સ્નેહ રાખે છે.
ટીકાકારે આ કલ્પના લૌકિક નીતિની દૃષ્ટિએ કરેલી જણાય છે. વાસ્તવિકતે એ ઊપરથી ચારિત્ર ધર્મની પુષ્ટી થાય છે. ભગવંત ગલ માં છતાં તેમને દિક્ષા લેવાની ભાવના ઊત્પન્ન થએલી છે. એમ એ ઊપરથી સૂચન થાય છે. આ ભવમાં દિક્ષા લે ! ચારિત્ર ધર્મ અંગીકાર કરવા એ તે જાણે નિશ્ચિતજ છે એ ચારિત્ર માતા પિતાની માહ દશા જોઇ તેમની હૈયાતીમાં ન લેવા પુરતાજ વિષેષ સંકલ્પ કરે છે તેએ જાણે છે કે કર્મના નાશ કરવાને ચારિત્ર ધર્મ પુષ્ટ આલખન છે. અનતા તીર્થ કરે એજ માર્ગ પસંદ કરી આદર કરેલા છે. કે!ઈ પણ તીથ કર . ચારિત્ર ધમ` અ’ગીકાર કર્યાં શીવાય રહેલા નથી અને રહેવાના નથી. મુકિત માગ આરાધન માટે સ વિરતીરૂપ ચારિત્ર ધમ` એજ ઊત્સર્ગ માર્ગ છે, અને મહાન પુરૂષ તેને અંગીકાર કરે છે, આત્મહિત સાધકના માટે એનીજ સાધના ઊત્તમાત્તમ છે, એમ એ ઉપરથી ચેકસ થાય છે.
ભગવંતના આ સકલ્પ ઊપરથી. કેટલીક વખત માતાપેિ. તાની હૈયામાં ભગવંતે પણ દીક્ષા લીધી નથી એમ નવા ચારિત્રધર્મ અંગીકાર કરવાને ઉજમાલ થએલાના ઉત્સાહને મંદ કરવાને દલીલ કરવામાં આવે છે. પણ એ એકાંત પક્ષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com