________________
૧૨૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ કરેલું એવું દુષ્કર્મ મે પુર્વે કરેલું હોવું જોઈએ. પ્રાણીઓને જે દુઃખના પ્રસંગો આવે છે, તે તેઓએ પુર્વ ભવમાં જેવા આચર સેવી અશુભ કર્મને બંધ કરેલ હોય તેનાજ ફળવિપાક છે. તે શું પૂર્વ ભવમાં આવા પ્રકારના પાપાચરણ કર્યા હશે ? પશુ પક્ષી અથવા માણસના બાલકને મેં તેમના માતા પિતાથી વિયેગ પડાવ્યું હશે? તેઓને દુધને અંતરાય મેં કર્યો અથવા કરાવ્યો હશે? અથવા બચ્ચા સહિત ભૂમિમાં રહેનારા પ્રાણીઓના દરે પાણી આદિકથી પુરાવી તેમને ગુંગલાવી મારી નાંખ્યા હશે? અથવા પક્ષીઓના માળાએ જેમાં તેમનાં ઇંડા અથવા નાનાં બચ્ચાં હોય એવાને તેડી નાખી ઉસેટી દેઈ તેમને મરણ પમાડયાં હશે ? અથવા શું મેં બાલહત્યા કરી હશે? અથવા શક્યના બાળકે ઉપર મેં શું દુષ્ટ વિચારે ચિંતવ્યા હશે ? અથવા મહારા જીવે શું કાઈના ગર્ભનું સ્તંભન, નાશ, અથવા પડાવવા પ્રમુખનું કાર્ય કર્યું હશે ? અથવા શું મેં શીળ ખંડન કર્યું હશે ? કારણ તેવા પ્રકારના કર્મના બંધ વિના આવા પ્રકારના કટુક વિપાક યાને દુઃખ હેય નહી. ખરેખર કર્મની રચના વિચિત્ર છે. જે વગર વિચારે, અજ્ઞાનતા, ઈર્ષ્યા, અથવા હાસ્યાદિક કારણથી આવા પ્રકારની માઠી આચરણ કરે છે, એ આચરણ કરતી વખતે તેના સમજવામાં આવતું નથી કે આના કટુક વિપાક મહારા જીવને અવશ્ય ભેગ વવા પડશે. ધીક્કાર છે મને કે મેં એવા પ્રકારની આચરણ પુર્વે કરેલી હોવી જોઈએ. આવા પ્રકારના વિચારથી તે ચિંતાતુર રહેવા લાગ્યાં, તેમનું મુખ કરમાઈ ગયું, અને શોક અને દુઃખના ચિન્હો જણાવવા લાગ્યા. આવા પ્રકારની તેમની દુઃખી સ્થતિ જોઈ સખીઓએ પુછયું, દેવી ! શામાટે શેક કરે છે ? તમારા ગર્ભને તે કુશળ છે? આ પ્રશ્નથી તેમનું હૈયું ભરાઈ આવ્યું અને તેઓ મુછ ખાઈ જમીન ઉપર ઢળી પડયાં. સખીઓએ શીતલેપચાર કરવાથી શુદ્ધિ આવી, ને જણાવ્યું કે જે મહારા ગર્ભને કુશળ હોય તે પછી મહારે બીજું દુઃખજ શું છે? અરે ? તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com