________________
૧૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ - ૬ ચંદ્રને જેવાથી ભવ્ય જીવ રૂપી ચંદ્રવિકસિકમાત્ર તેને વિકસ્વરપણું આપશે.
૭ સુર્યને જોવાથી કાંતિથી ભૂષિત થશે. ૮ ધ્વજને જેવાથી ધર્મ રૂપ ધ્વજે કરીને ભૂષિત થશે. ૯ કલશને જેવાથી ધર્મ રૂપી મહેલના શિખર પર તે રહશે.
૧૦ પદ્મ સરોવર જેવાથી દેએ સંચાર કરેલાં સુવર્ણ કમલે પર વિહાર કરશે.
૧૧ સમુદ્રને જેવાથી કેવલજ્ઞાન રૂપી રનના સ્થાનક સરખા થશે ૧૨ વિમાન જેવાથી વૈમાનિક દેવાના પૂજનિય થશે. ૧૩ રનના રાશિને જેવાથી તનના ગઢએ ભૂષિત થશે
૧૪ ધુમાડા વિનાના અગ્નિને જેવાથી ભજન રૂપી સુવર્ણને શુદ્ધ કરનારા થશે. એ ચૌદે સ્વપ્નનાં એકઠા ફલરૂપ ચૌદ રાજત્મક લેકના અગ્રભાગ પર રહેનાર થશે.
ઈત્યાદિ સ્વમ સંબંધી વર્ણન થઈ રહ્યા બાદ સ્વપ્ન પાઠકને યોગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યો. અને રાજા તથા રાણી પણ પિત પિતાના વાસ ભૂવનમાં ગયા.
ઇંદ્રના આદેશથી તિર્યંગ લેકમાં રહેનારા સંભક દેવેએ ગામ, નગર, જંગલ, રસ્તાઓ, જલાશ, આશ્રમે, તીર્થ સ્થાનકે પહાડ, પર્વત, બગીચા વિગેરે જગ્યાઓએ દાટી ૨ ખેલાં નિધાન, જેના માલીક નાશ થએલા છે, અને જેના પીત્રાઈ, ગોત્રી વિગેરે કેઈ અસ્તિત્વમાં નથી અને જે નિધાનના માલીક કઈ પણ નથી, એટલું જ નહિં પણ એ નિધાને ભુમિ વિગેરેમાં છે એવી કઈને પણ માહીતી નથી, તેવા મહાનિધાને તે ઠેકાણેથી કાઢીને તે દેવોએ ભકિતભાવથી સિદ્ધાર્થ રાજાના ભંડારમાં લાવી લાવીને નાખ્યાં, એટલું જ નહિ પણ જ્યારથી ભગવંતને ત્રિશલા દેવીના ગર્ભમાં આણવામાં આવ્યા છે, ત્યારથી બધી રીતે સિદ્ધાર્થ રાજા વૃદ્ધિ પામવા લાગ્યા. તે ઉપરથી રાજા અને રાણુએ એ નિશ્ચય કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com