________________
ર૭ ભવ. ] સ્વમ વિચાર,
१२३ પ્રકારથી દીઠેલ વ સાર્થક થાય છે. રાત્રિના ચારે પહોરમાં દીઠેલું સ્વમ અનુક્રમે બાર, છ, ત્રણ તથા એક માસે ફલદાયક થાય છે. રાત્રિની છેલ્લી બે ઘડીએ જેએલ સ્વમ દશ દિવસમાં ફળ પ્રદ થાય છે. તથા સુર્યોદય વખતે જેએલ સ્વમ તુરત ફળે છે. આધિ, વ્યાધિ તથા મળ મૂત્રાદિકની પીડાથી ઉન્ન થએલું સ્વમ નિરર્થક જાય છે, ધર્મમાં રક્ત, સમ ધાતુવાલે, સ્થીર ચિત્તવાલે, જિતેંદ્રિય તથા દયાળુ માણસ પ્રાયે કરીને સ્વમના ફળને મેળવે છે.
અરિહંતની માતા અથવા ચક્રવતિની માતા ચૌદ સ્વમ જુએ છે વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે તેમાંથી સાત સ્વમ જુએ છે. બલદેવની માતા ચાર અને મંડલીકની માતાએ ચૌદ પૈકી એક સ્વપ્નને જુએ છે. તેથી ત્રિશલાદેવીએ જેએલા ઉત્તમ ચૌદ સ્વમ એ મહા સ્વમ છે, ને તેનું ફલ પણ મહાન છે. હે મહારાજ ! આપના કુલમાં ધ્વજ સમાન, દીપક સમાન, પર્વત સમાન, તિલક સમાન, કીતિને કરનાર, ધનને કરનાર, કુલમાં સુર્ય સમાન, કુલના આધાર રૂપ, વિગેરે લક્ષણયુકત પુત્ર થશે. તે બાલક જ્યારે યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે ચક્રવર્તિ થશે અથવા ત્રણ લોકના નાયક એવા ધર્મ ચક્રવતિ જિન થશે. જિનપણુના અંગે તે ચૌદ સ્વમના પૃથક પૃથક ફલ નીચે બતાવ્યા પ્રમાણે છે.
૧ ચાર દાંતે વાલા હાથીને જેવાથી ચાર પ્રકારના ધર્મ ને કહેનાર થશે.
૨ વૃષભને જેવાથી આ ભરત ક્ષેત્રમાં બધી બીજ વાવશે.
૩ સિંહને જેવાથી કામદેવદિક રૂપ ઉન્મત હાથીઓથી ભવ્યજનરૂપ વનને નાશ થાય છે તેનું રક્ષણ કરશે.
૪ લક્ષ્મીને જેવાથી વાર્ષિક દાન દઈને તીર્થંકરની લક્ષ્મીને ભગવશે.
૫ માલા જેવાથી ત્રણે ભુવનને મરતકમાં ધવાને લાયક થશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com