________________
ર૭ ભવ. ] પુણ્ય-પાપબંધના કારણે.
૧૧૦ ૧૭ કપટ યુક્ત જુઠું બોલવું, અને ૧૮ મિથ્યાત્વ સેવવું. મુખ્યત્વે આ અઢાર કારણના સેવનથી અશુભ કર્મને બંધ થાય છે. જેના વિપાક જુદી જુદી રીતે ખ્યાશી પ્રકારથી અશુભ રીતે દુઃખરૂપે ભેગવવા પડે છે.
એજ નિયમાનુસાર પુણ્યબંધન નિમિત્તે કારણેના સેવનથી જીવ શુભ કર્મને બંધ કરે છે. પુણ્યબંધના કારણે જે કે વિવિધ પ્રકારનાં છે, તે પણ મુખ્યતાએ નવ કારણેએ પુણ્ય બંધાય છે. - પંચમહાવ્રતધારી, કંચનકામિનીના ત્યાગી, ગીતાર્થજ્ઞાની, તપશી ઈત્યાદિ મુનિના આચારનું પાલન કરનાર એવા મુનિઓને ૧ અન્ન આપવાથી, ૨ ફાસુક પાણી આપવાથી, ૩ વસ્ત્ર આપ વાથી, ૪ વસ્તી એટલે ઉતરવાને જગ્યા આપવાથી, ૫ પાટપાટલા પ્રમુખ ચારિત્ર પાલનના આધારભૂત ઉપકરણે આપવાથી, ૬ તેમને બહુ માનપુર્વક વંદન કરવાથી, ૭ તેમની સ્તુતિ કરવાથી એટલે ગુણાનુવાદ કરવાથી ૮ વિધ્યાવચ કરવાથી, અને ૯ સારા વિચારે. કરવાથી પુણ્ય બંધાય છે.
આ નવ કારણેથી જીવ શુભકર્મ બાંધે છે, જેના ફળવિપાક જુદી જુદી બેંતાલીશ રીતે ઉદયમાં આવી જીવને તેના ઉત્તમ ફળ ચખાડે છે, મતલબ સુખ આપનારા થાય છે.
આ કર્મબંધનના કારણેના સેવન વખતે જીવ સ્વતંત્ર છે. ઉપર જણાવી ગયા પ્રમાણે પશ્ચાતાપ, નિંદા, ગૃહા, કે પ્રાયશ્ચિત અને નિર્જરાદિના કારણોથી જે કર્મ નિર્જરી ગયા નથી એટલે આત્મપ્રદેશથી જે કમંપુદગલો છુટા પડી ગયાં નથી, તેવા પ્રકારના બીજા કર્મ અને નિકાચીત કર્મના ફળ વિપાક તે કમી ઉદયમાં આવી જીવને બતાવે છે. કર્મ ભેગવવામાં જીવ પરતંત્ર છે, તે ભેગવ્યા શીવાય તેને કદી છુટકે જ નથી. તેથી જીવેએ અશુભ કર્મના નિમિત્તે કારણે જે અશુભ છે, તેના સેવન વખતે બહુ સાવધાની રાખવાની છે. જે જાણતાં કે અજાણતાં એક વખત કર્મ બંધ પદ્ધ ગયે, તે પછી જીવ તેના સપાટામાં પરતંત્ર છે, તેની
18
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com