________________
૧૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ઉપર પ્રમાણે એકસોને અઠ્ઠાવન ભેદના પેટાદ ઘણું છે. તે કર્મ ગ્રંથાદિક શાસ્ત્રોથી સમજવાને ભલામણ કરવામાં આવે છે. - જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને અને ઉપગ એ લક્ષણવાળે જીવ છે. આમાં જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય છે. જ્ઞાન, દર્શન વિનાને જીવ, જડ અવસ્થાને પામે. એ બેમાં પણું જ્ઞાન મૂખ્ય છે. ઉપરના આઠ પ્રકારના કર્મમાં જ્ઞાનાવરણયકર્મ જીવના જ્ઞાન ગુણને આવરે છે, એટલે ઢાંકી દે છે, આચ્છાદન કરે છે દર્શનાવરણીય કર્મ આત્માના દર્શને પગ ગુણને આછાદન કરે છે. વેદનીય કર્મ જીવને શાતાશાતા યાને સુખ દુઃખ રૂ૫ ફળ વિપાક દેખાડે છે, મોહનીય કર્મ છવને મુઝાવે છે. તેના લીધે
જીવ પિતાના હિતાહિતને વિચાર કરી શકતું નથી, અને અશુદ્ધ વિચાર અને આચારનું સેવન કરે છે. આયુષ્ય કર્મ દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નરકગતિના લાયકના આયુષ્યને બંધ કરી, ભવાંતર માં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જીવને લઈ જાય છે. નામ કર્મ વિવિધ પ્રકારના સ્વરૂપને ધારણ કરાવી નાટકના પાત્રની પેઠે સંસારમાં જીવની પાસે વેશ ભજવે છે. ગેલ્વકર્મ ઉચનીચ ગેત્રમાં છવને લેઈ જાય છે. અંતરાય કમ દાનાદિ પાંચ પ્રકારની આત્માની અનનતીલબ્ધિને રોકે છે.
આ આઠ કર્મની એકસોને અઠાવન પ્રકૃતિ પ્રત્યેક સંસારી જીવની સાથે સત્તામાં રહેલી છે. ગુણસ્થાને ચઢતે જીવ જે જે કર્મ પ્રકૃતિને સત્તામાંથી નાશ કરે, ત્યાર પછી તે તે કર્મ પ્રકૃતિને બંધ કરે નહી. ત્યાં સુધી સમયસમય જીવ સાત-આઠ કમને બંધ કર્યા જ જાય છે. આ આઠ કર્મોમાં ફકત આયુષ્ય કર્મને બંધ દરેક ભવમાં એક જ વખત કરે, બાકીના સાત કર્મને બંધ સમય સમય જ જાય છે. ફકત ચરમ શરીરિ જીવ તદભવ મુકિત પામવાના છે, તેથી તેઓ જ ભવાંતરના આયુષ્યને બંધ કરે નહી.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ અને પ્રમાદ કર્મ બંધના મુખ્ય હેતુએ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com