________________
૨૭ ભવ. ]
દશ અચ્છેરા, હતું તે આ ભવમાં ઉદય આવ્યું. દેવાનંદા ત્રિશલાની દેવાદારહતી સમકાલે ત્રિશલા પણ ગર્ભવતી હતી. અને કર્મવશાત ઈદ્ર મહારાજને પણ તેવા પ્રકારને જ વિચાર આવી ગયો. દેવાનંદ એ પૂર્વ ભવમાં અજ્ઞાન દશામાં રત્ન કરંઓ ચેર્યો હતે. તે આ ભવમાં તેને ઉત્તમ એવો ગર્ભ દેવે લઈને ત્રશલાને આપે. ખરેખર શુભા શુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેના ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકે થવાને નથી, એવું સમજીને અશુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેને ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકો થવાને નથી, એવું સમજી ને અશુભ કર્મ કરતાં પ્રાણીઓએ અટકવું જોઈએ; એટલું જ નહિ પણ તેવા પ્રકારના વિચાર પણ કરવા નહી જોઈએ.
કુદરતના સામાન્ય નિયમથી ઉલટ બનનારા બનાવે એ આશ્ચર્યકારક બનાવ છે. એવા બનાવ ઘણું કાલના અંતરે જગતમાં બને છે. આ વિમાન વીશીમાં એવા દશ બનાવે બનેલા છે. જે દશ અડેરાના નામથી શાસ્ત્રમાં વર્ણન કરેલા છે તે આ પ્રમાણે,
૧ કોઈ પણ તીર્થકરને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉપસર્ગ થયા નહીં છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગોશાલએ તેજલેમ્યા મુકી ઉપસર્ગ કર્યો. જેના ચોગે ભગવંતને છ મહીના સુધી લેહીબંદ ઝાડો થા.
૨ કઈ તીર્થકર સ્ત્રી વેદે થયા નહી છતાં ઓગણીશમાં તીર્થકર મલીનાથ સ્ત્રી વેદે થયા.
૩ આ ગર્ભનું પલટવું.
૪ તીર્થકર કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશના (ઉપદેશ) આપે તે કોઈ પણ વખતે ખાલી જાય નહી. દેશના ગે કોઈને સમકતને લાભ થાય, કેઈ વ્રત નિયમ અંગીકાર કરે. છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રથમ એ સમવસરણની રચના કરી. ત્યાં બેશી ભગવંતે દેશના આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com