________________
ર
શ્રી મહાવીરસ્વામિ યરિત્ર.
[ પ્રકરણ ૯
છુટાં પડતાં પડતાં ક'' અંશ ખાકી રહી ગયા. કર્મની કેટલી ચીકણાશ ? કમને કાંઇ શરમ નથી. ખરેખર જગતમાં નિષ્પક્ષપાત રીતે પેાતાનુ સામ્રાજ્ય ચલાવવામાં કર્મ રાજાની મરામરી કરી શકે તેવુ* કેઇ નથી, દેવ, દાનવ, ભૂત, પીશાચ, રાક્ષસ, ડિર, હર બ્રહ્મા, પીર, પેગંબર, કે કોઇ પણ સંપ્રદાયના માનિત દેવમાંથી ગમે તેનું ચરિત્ર આપણે વાંચીશુ' તે જણાઇ આવશે કે તેમાંથી ફ્રાઇની પણ દાક્ષિણ્યતા ક્રમે રાખી નથી.
દેવાનંદાના ગર્ભમાંથી પ્રભુને લેઇને ત્રિશલાના ગર્ભમાં લેઇ જવામાં પણ તેઓના પોતાના કર્મના ફળ પાકના કાંઇ સંબંધ છે કે કેમ ? એ પણ એક વિચારીય વાત છે, ભગવતના ક્રમના બદલા દેવાનંદાને કેમ મળવો જોઇએ ? કેમકે ચૌદ મહાન ઉત્તમ સ્વપ્નાથી સુચિત ઉત્તમ પુત્ર રત્નના ગર્ભની પ્રાપ્તિ તેને થએલી તે ગભ ને તે ગુમાવે એ કાંઇ જેવી તેવી હાની ન કહેવાય ! ઈંદ્ર મહારાજને ભગ 'તને ત્રિશલા રાણીના ગર્ભમાં મુકવાના વિચાર કયાંથી આવ્યે ? આમાં પણ કમજ્ઞતાના ભાસ થાય છે ભગવતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેએએજ આ બધી મમતાના પ્રશંગાપાત ખુલાશા કરેલા છે.
સહુ સહુ પેત પે।તાના ભાગ્ય (કમ ) પ્રમાણે કરવાની બુદ્ધિ દેવાને ઉત્પન્ન થાય છે. કમથો ઉપરાંત કરવાની શકિત દેવામાં પણ નથી. દેવાનંદા અને ત્રિશલારાણીના સંબંધમાં પણ્ કર્મ સ્વરૂપે જાકુવા લાયક છે. પુર્વભવમાં ત્રિશલા રાણીના જીવ દેરાણી હતા, અને દેવાનંદાને જીવ જેઠાણી હતા. અન્ને એક ઘરમાં રહેતાં હતાં. માઠી મતીથી અને લેલના ઉદ્ભયથી જેઠાણીએ દેરાણીને રત્નના કરીએ ચૈારી લીધા, દેરાણીએ સંભાળ્યા, સધ્યેા પણ જડયે નહી. અને જણને આપશ આપશમાં એ વિષે ઘણી ખેાલા ચાલી થઇ પણુ જેઠાણીએ કરીએ આપ્યા નહી. તે વખતે દેવાન જ્ઞાના જીવે જે અશુભ કમ માંધ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com